ઝહીર ઇકબાલ રિયલ આ ક્ષેત્રે કરી ચૂક્યા છે કામ, નોટબુક સાથે કરી રહ્યા છે ડેબ્યૂ!

સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી 'નોટબુક' હવે પોતાની રિલીઝને થોડા દિવસો બાકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મની સાથે પ્રણુતન અને ઝહીર ઇકબાલ ફિલ્મી દુનિયામાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં પ્રણુતન એક વકીલ હતી, તો ઝહીર ઇકબાલ રિયલ એસ્ટેટમાં સક્સેસફૂલ કરિયર બનાવી ચૂક્યા છે. 
ઝહીર ઇકબાલ રિયલ આ ક્ષેત્રે કરી ચૂક્યા છે કામ, નોટબુક સાથે કરી રહ્યા છે ડેબ્યૂ!

મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી 'નોટબુક' હવે પોતાની રિલીઝને થોડા દિવસો બાકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મની સાથે પ્રણુતન અને ઝહીર ઇકબાલ ફિલ્મી દુનિયામાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં પ્રણુતન એક વકીલ હતી, તો ઝહીર ઇકબાલ રિયલ એસ્ટેટમાં સક્સેસફૂલ કરિયર બનાવી ચૂક્યા છે. 

અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના પરિવારમાંથી એક એવા વ્યક્તિ છે, જે એક્ટિંગની દુનિયામાં પગ માંડી રહ્યા છે. એક્ટિંગમાં હાથ અજમાવતાં પહેલાં ઝહીરે શહેરમાં એક પ્રીમિયમ બિલ્ડિંગ માટે બિલ્ડર તરીકે પણ કામ કર્યું છે. એટલું જ નહી તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઝહીરના પિતા અભિનેતા સલમાન ખાનના સારા મિત્ર છે અને આ કારણે જ ઝહીર ફિલ્મ ઉદ્યોગના સંપર્કમાં આવ્યા અને અભિનયમાં તેમની રૂચિનો જન્મ થયો. 

ફિલ્મ 'નોટબુક' તે સમય પર આધારિત જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વધુ વિકસિત ન હતા. આ ફિલ્મ દ્વારા નિતિન કક્કડે બે અજનબીઓને રોમેન્ટિક કહાણીમાં જાદૂ પાથર્યો છે જે એક જ નોટબુકના પાના છે. એકબીજા સાથે જોડાયેલા તો છે પરંતુ અલગ-અલગ છે, ફિલ્મમાં બે દિલોનો ઉંડો સંબંધ રજૂ કરવામાં આવ્યો છે. 

કાશ્મીરની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત 'નોટબુક' દર્શ્કોને એક રોમેન્ટિક સફર પર લઇ જશે, જેને જોઇને તમારા અંતરઆત્મામાં પ્રશ્ન ઉદભવશે કે શું તમે કોઇ એવા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકો છો જેને તમે ક્યારેય મળ્યા નથી? 

નોટબુકને કાશ્મીરની સુંદર ઘાટીઓમાં શૂટ કરવામાં આવી છે, જેમાં બે પ્રેમી ફિરદૌસ અને કબીરની પ્રામાણિક પ્રેમકથાની સાથે-સાથે બાળ કલાકારોની દમદાર કાસ્ટિંગ જોવા મળશે જે કહાણીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિતિન કક્કડ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સલમાન ખાન, મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે દ્વારા નિર્મિત છે. ફિલ્મ 'નોટબુક' 29 માર્ચ 2019ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news