OLA-UBER ભૂલી જાવ, ફક્ત 40 રૂપિયામાં ભાડે મળશે ઈ-સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે સેવા

OLA-UBER ભૂલી જાવ, ફક્ત 40 રૂપિયામાં ભાડે મળશે ઈ-સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે સેવા

જો તમારી પાસે પોતાનું કોઇ વાહન નથી અને જાહેર પરિવહન અથવા OLA-UBER જેવી પ્રાઇવેટ કેબ સર્વિસ પર નિર્ભર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હવે દિલ્હી-એનસીઆરમાં તમે 40 રૂપિયા પ્રતિ કલાકના દરે ભાડેથી મુસાફરી કરી શકો છો. ગર્વિત ઈ-બાઈક (Garvit Ebike) એ તાજેતરમાં જ ઈલેક્ટ્રિક સ્કૂટર લોંચ કર્યું છે. તેને ચલાવવાનો ખર્ચ 80 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ગતિ માટે 20 પૈસા પ્રતિ કિલોમીટર આવે છે. એટલા માટે ઈબાઇકગો (EBikeGo) ન્યૂનતમ 30 મિનિટ માટે 20 રૂપિયાના ચાર્જ સાથે રેંટલની ઓફર કરશે. કંપનીના અનુસાર ઈબાઈકગો ટૂંક સમયમાં શહેરના લોકો માટે પોતાનું પરિવહન શરૂ કરશે, જેથી લોકો પરિવહન માટે ઇલેક્ટ્રિક સ્કૂટર અપનાવે અને ટ્રાફિક તથા પ્રદૂષણને ઓછું કરે. 

આખા દેશમાં દોડશે ઈબાઈકગો સર્વિસ
કંપનીના સંસ્થાપક ડો. ઈરફાન ખાને કહ્યું કે અમે આખા ભારતમાં અમારા ઓપરેટિંગનો વિસ્તાર કરવા માંગીએ છીએ. જેથી ભારત પરિવહન માટે એનવાયરમેંટલ ફ્રેંડલી સાધનો અપનાવે અને આધુનિક ભારતીયોની ભાગમભાગ જીંદગીમાં મુસાફરી સસ્તી અને ક્ષમતાવાન થાય. આ ઈબાઈક્સમાં લિથિયમ આયન (લિયોન) બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણમાં સંપૂર્ણપણે રિસાઇકલ થઇ જાય છે અને ખતરનાક ઈલેક્ટ્રોનિક વેસ્ટને ઓછો કરવામાં મદદ કરે છે. 

29 પૈસા પ્રતિ કિમી આવે છે પડતર
તેને ચલાવવાનો ખર્ચ 80 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ગતિ માટે 20 પૈસા પ્રતિ કિલોમીટર આવે છે, એટલા માટે ઈબાઈકગો ન્યૂનતમ 30 મિનિટ માટે 20 રૂપિયાની રકમ સાથે ભાડે આપવાની ઓફર કરી છે. 

પ્રદૂષણથી મળશે છુટકારો
દિલ્હીનું વધતું જતું પ્રદૂષણ લોકો માટે એક મોટી સમસ્યા છે, કારણ કે પ્રદૂષણનું સ્તર ગંભીર સ્થિતિથી પણ મોટું થઇ ગયું છે, જે દિવાળી પછીના સ્તરથી 40 ટકા ઉપર છે અને તેને ઓછું કરવા માટે કોઇ નક્કર પ્રયત્ન કરવામાં આવ્યા નથી. 

દિલ્હીની જનસંખ્યા બેંગ્લોરથી લગભગ 65 ટકા વધુ છે, પરંતુ પ્રદૂષણ 600 ટકાથી  પણ વધુ છે. વિશ્વના ચોથા સૌથી વધુ જનસંખ્યાવાળા શહેર મુંબઇની તુલના કરવામાં આવતા જાણવા મળ્યું કે ત્યાંનું પ્રદૂષણ દિલ્હીથી 70 ટકા ઓછું છે. પ્રદૂષણને ઓછું કરવા માટે જે પગલા બેંગલોરમાં ભરવામાં આવ્યા છે, તેને દિલ્હીમાં પણ ભરવામાં બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news