Valentine Special: કોણ છે અનુપમા ફેમ રૂપાલીના રિયલ લાઈફ પતિ, લગ્ન માટે વિદેશમાં નોકરી છોડી દીધી

PHOTOS: ટીવી પર સાડીમાં જોવા મળતી રૂપાલી ગાંગુલી અસલ જિંદગીમાં છે અત્યંત ગ્લેમરસ. તેની લવસ્ટોરી પણ ખુબ જ રસપ્રદ છે. ખાસ જાણો. 

Valentine Special: કોણ છે અનુપમા ફેમ રૂપાલીના રિયલ લાઈફ પતિ, લગ્ન માટે વિદેશમાં નોકરી છોડી દીધી
  • અનુપમા સીરિયલથી રૂપેરી પરદે ફરી એન્ટ્રી કરી
  • સારાભાઈ V/S સારાભાઈમાં કોમેડીનો જાદુ પાથર્યો
  • સંજીવની અને પરવરિશ સીરિયલમાં કરી ચૂકી છે કામ

ઝી બ્યૂરો, અમદાવાદ: આજકાલ ટીવી જગતની સૌથી પસંદગીની ટીવી સીરિયલ અનુપમામાં અનુપમા (Anupama) નો રોલ કરનાર અભિનેત્રી રૂપાલી ગાંગલી (Rupali Ganguly) સતત લોકોનું દિલ જીતી રહી છે. સારાભાઈ V/S સારાભાઈની મોનિશા બનેલી રૂપાલીનો નવો શો અને અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સાથે જ ફેન્સ તેના અંગત જીવન વિશે પણ જાણવા ઈચ્છે છે. એવામાં અમે તમને જણાવીશું રૂપાલીની લવ સ્ટોરી.

સીરિયલ અનુપમામાં અનુપમાના લાખ પ્રયાસ છતાં તેના પતિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો. નિયમની પાકી અનુપમાએ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવવાનું શરૂ કરી દીધું છે. અનુપમાને મુશ્કેલીમાં ઘેરાયેલી જોઈને દર્શકોને તેના પર તરસ આવી જાય છે. અને તેની આંખમાંથી પડતા એક-એક આંસુ દર્શકોને દુખી કરી નાંખે છે. જોકે તમને જાણીને આશ્વર્ય થશે કે વાસ્તવિક જીવનમાં અનુપમા એટલે રૂપાલી ગાંગુલીની કહાની બિલકુલ અલગ છે. વાસ્તવિક જીવનમાં ટીવીની અનુપમા પતિની આન-બાન અને શાન છે.

May be an image of 1 person, standing, sunglasses and outdoors

વર્ષ 2013માં થયા હતા લગ્ન
રૂપાલી ગાંગુલીએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ પોતાના 12 વર્ષ જૂના મિત્ર અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે રૂપાલી પોતાના લગ્નને લઈને એટલી ઉત્સાહિત હતી કે તેને વિશ્વાસ ન હતો કે તેના લગ્ન થઈ ગયા છે. એવામાં લગ્ન પછી એક ઈન્ટરવ્યૂમાં રૂપાલીએ જણાવ્યું હતું કે કેવી રીતે તેના લગ્ન ઉતાર-ચઢાવથી ભરપૂર હતા. રૂપાલીના પતિ અશ્વિન બિઝનેસમેન છે અને તે ટીવી ઈન્ડસ્ટ્રીની ગ્લેમર દુનિયાથી દૂર રહે છે.

કેવી રીતે થયા લગ્ન
રૂપાલી અને અશ્વિને ગુપચુપ લગ્ન કર્યા હતા. આ અંગે રૂપાલીએ જણાવ્યું કે મને અને અશ્વિનને લગ્ન પસંદ ન હતા. એટલે કોર્ટ મેરેજ કર્યા. અશ્વિનની બહેન અને જીજાજીએ તેમના લગ્નની તૈયારીઓ અને મેહમાનોને બોલાવવામાં મદદ કરી હતી. રૂપાલી ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છતી ન હતી. જોકે તેમ છતાં લગ્નમાં ઘણો ડ્રામા થયો હતો.

May be an image of 1 person and standing

લગ્ન માટે પતિએ વિદેશમાં નોકરી છોડી
રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન પત્ની સાથે રહેવા માટે અમેરિકાથી મુંબઈ શિફ્ટ થયા હતા. પતિએ પત્ની સાથે રહેવા માટે આ બધું કર્યુ. અને પોતાનું સૌથી મોટું કમિટમેન્ટ નિભાવ્યું. અશ્વિન અમેરિકામાં એક એડ ફિલ્મમેકર અને યૂએસની ઈન્શ્યોરન્સ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ હતા. હાલ તે મુંબઈમાં કામ કરી રહ્યા છે.

દિન-પ્રતિદિન વધી રહ્યો છે પ્રેમ
રૂપાલી અને અશ્વિનનો પ્રેમ દિન પ્રતિદિન ગાઢ બની રહ્યો છે. સમય-સમય પર બંને એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની એકપણ તક ગુમાવતા નથી. બંનેનો એક પુત્ર છે. તેનું નામ રુદ્રાક્ષ છે. કામમાં વ્યસ્ત હોવા છતાં બંને પતિ-પત્ની પોતાના પુત્રનું સારી રીતે ધ્યાન રાખે છે.

May be an image of 2 people, beard, people standing, sunglasses, palm trees and outdoors

કેમ મુંબઈમાં રહેવું પસંદ છે રૂપાલીને
રૂપાલી ગાંગુલી અને અશ્વિન મુંબઈમાં રહે છે. તેનું કારણ એ છે કે તેના માતા-પિતા પણ મુંબઈમાં જ રહે છે. એવામાં અશ્વિનનું મુંબઈ આવવું સૌથી મોટી અને સારી વાત હતી. રૂપાલી અને અશ્વિન એકબીજાના દોસ્ત છે અને દિલ ખોલીને વાત કરી શકે છે. અશ્વિન રૂપાલીનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે.

કેવી રીતે પ્રેમની થઈ શરૂઆત
રૂપાલીએ પોતાના પ્રેમ વિશે જણાવ્યું કે અમે એકબીજાને આઈ લવ યૂ કહ્યું ન હતું. અને કોઈએ પ્રપોઝ પણ કર્યુ ન હતું. ખબર નહીં કેવી રીતે પરંતુ જ્યારે અમારી દોસ્તી થઈ હતી ત્યારે પરિવારને ખબર હતી કે આ બંને એક દિવસ એકબીજા સાથે લગ્ન કરશે. આ મિત્ર સમયની વાત છે કે આવું ક્યારે થાય છે.

May be an image of 2 people, people riding bicycles, people standing, bicycle and outdoors

અનેક ટીવી સીરિયલમાં કર્યુ છે કામ
રૂપાલી ટીવી જગતની સૌથી જાણીતી અભિનેત્રી બની ચૂકી છે. જેણે પડદા પર અનેક રોલ નિભાવ્યા છે. ટીવી જગતમાં મહિલાઓ અવારનવાર એક પ્રકારના રોલમાં બંધાઈ જાય છે. પરંતુ રૂપાલીએ આવું કર્યું નથી. તેણે સારાભાઈ VS સારાભાઈમાં પોતાની કોમેડીનો જાદુ વિખેર્યો હતો. તો સંજીવનીમાં વેમ્પનો રોલ કરીને લોકોનું દિલ જીતી લીધું. તે સિવાય રૂપાલી ટીવી શો પરવરિશમાં પણ ચમકી ચૂકી છે. તેના રોલ સ્વીટી અહલુવાલિયાને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

રિયલ લાઈફમાં ગ્લેમરસ છે રૂપાલી
રૂપાલીની ઉંમર 43 વર્ષ છે. પરંતુ તેની તસવીરને જોઈને તમે પણ કહેશો કે ઉંમર બસ તેના માટે માત્ર એક આંકડો છે. સોશિયલ મીડિયા પર તેણે શેર કરેલી તસવીરોમાં તેની ખૂબસૂરતી નીખરીને સામે આવી રહી છે. તેની શરમાવાની અદા લોકોને તેના દીવાના બનાવી રહી છે. તો પોતાના પર ગર્વ કરનારા અંદાજ પણ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ફેન્સ રૂપાલીનો ગ્લેમરસ અંદાજ જોઈને કહે છે કે તમે અત્યંત ખૂબસૂરત છો.

May be an image of 1 person and standing

અનુપમા v/s રૂપાલી ગાંગુલી
અનુપમા સીરિયલમાં એકદમ ભારતીય પરિધાનમાં જોવા મળતી રૂપાલી ગાંગુલી રીયલ લાઈફમાં એકદમ બોલ્ડ અને ચુલબુલી છે. રૂપાલીએ હાલમાં જ અત્યંત શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે અત્યંત સ્ટાઈલીશ જોવા મળી રહી છે. પડદા પર સાદા અને સિમ્પલ લુકમાં રોલ ભજવતી રૂપાલીનો આ અવતાર તમારા હોશ ઉડાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news