'મુન્નાભાઈ 3' ક્યારે આવશે? અભિનેતા અરશદ વારસીએ આપ્યો જવાબ


મુન્નાભાઈ MBBS અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે મુન્નાભાઈ સિરીઝના પાર્ટ 3ની દર્શકો રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ મુન્નાભાઈ 3 અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. 

'મુન્નાભાઈ 3' ક્યારે આવશે? અભિનેતા અરશદ વારસીએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ મુન્નાભાઈ MBBS અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે મુન્નાભાઈ સિરીઝના પાર્ટ 3ની દર્શકો રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ મુન્નાભાઈ 3 અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. બોલીવુડ અભિનેતા અરશદ વારસીએ કહ્યું કે મુન્નાભાઈ સીરિઝનો પાર્ટ ત્રણ હાલ બની રહ્યો નથી. પરંતુ તેમણે સલાહ આપી કે દર્શકોએ ડાયરેક્ટર રાજકુમાર હિરાણીના ઘરે જઈને ફિલ્મ બનાવવાની માગ કરવી જોઈએ.આ સીરિઝની બે ફિલ્મો આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપડા અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. એટલે હાલ મુન્નાભાઈ 3 પર કોઈ જ વિચારણા નથી થઈ રહી.

સંજય દત્ત સાથે શું વાત થઈ..?
મુન્નાભાઈ સીરિઝની ફિલ્મમાં મેન રોલમાં જોવા મળેલા અભિનેતા સંજય દત્ત સાથે પણ અરશદ વારસીએ વાત કરી હતી. અરશદ વારસીએ કહ્યું થોડા દિવસ પહેલા દુબઈમાં સંજય દત્ત સાથે વાત થઈ હતી. જેમા મુન્નાભાઈ 3 માટે વિચારણા કરવા માટે સંજય દત્ત અરશદ વારસીને મળવા માટે કહ્યું હતું.

અભિનેતા અનિલ કપૂરે લગાવ્યો અટકળો પર વિરામ, દેખાડ્યો પોતાનો Corona Report

કેવો હશે અરશદ વારસીનો રોલ..?
ફિલ્મોમાં પોતાના રોલ અંગે અરશદ વારસીએ કહ્યું કે મારૂ કામ મનોરંજન પુરૂ પાડવાનું છે. હું એવા જ રોલ કરુ છું જે લોકોને જોવા ગમે છે. લોકો જે જોવા માગે છે તેવા રોલ કરવાની વધુ મજા આવે છે. જો લોકો તેમને કોમેડી રોલમાં જોવા માગે છે તો તેમને નિરાશા  મળી શકે છે. કારણે અરશદ વારસીએ કહ્યું મારી પાસે કોમડી રોલ માટે ટેલેન્ટ નથી. અરશદે કહ્યું હું ફિલ્મોમાં અલગ અલગ રોલ કરવાની ઇચ્છા રાખું છું. પરંતુ એ કઈ ફિલ્મ છે તેના પર આધાર રાખે છે.

અરશદ વારસીની આગામી ફિલ્મો
અરસદ વારશીની આગામી બોલીવુડ ફિલ્મોમાં અલગ અલગ કિરદારમાં નજર આવશે. જેમાં અપકમિંગ ફિલ્મ દુર્ગામતીમાં અરશદ વારસી જોવા મળશે. જેમાં ભૂમિ પેડકર મુખ્ય કિરદારમાં છે. દુર્ગામતી 11 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જો ખીલાડી અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેમાં પણ અરશદ વારસી જોવા મળશે. પરંતુ તેમા તેનો કેવો રોલ હશે તે હજુ જાણવા મળ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news