જ્યારે અનિલ કપૂરે આ ગુજરાતી અભિનેતાના હાથે ખાધા હતા 17 લાફા, તમને ચોંકાવી દેશે આ કિસ્સો
બોલીવુડમાં આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ એવા અનેક બીજા કલાકારો છે જે પોતાની સીટકે શોટને પરફેક્ટ કરવા માટે કઈ પણ કરવા તૈયાર રહે છે. આવા જ એક અભિનેતા છે અનિલ કપૂર.
Trending Photos
બોલીવુડમાં આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ એવા અનેક બીજા કલાકારો છે જે પોતાની સીટકે શોટને પરફેક્ટ કરવા માટે કઈ પણ કરવા તૈયાર રહે છે. આવા જ એક અભિનેતા છે અનિલ કપૂર. અનિલ કપૂરે પણ પોતાના એક દ્રશ્યને એકદમ પરફેક્ટ કરવા માટે જેકી શ્રોફ પાસેથી 1, 2 કે 3 નહીં પરંતુ પૂરા 17 લાફા ખાધા હતા. જાણો આ કિસ્સો...
આ કિસ્સો વિધુ વિનોદ ચોપડાની 1989માં આવેલી ફિલ્મ પરિન્દાનો છે. આ કિસ્સા અંગે ખુદ જેકી શ્રોફે ખુલાસો કર્યો હતો. જેકી શ્રોફે જણાવ્યું હતું કે અનિલ કપૂરે એક દ્રશ્ય માટે અનેક રીટેક માંગ્યા જેમાં હીરો એક્ટર તેમને લાફો મારે છે. અનિલ કપૂરને આ દ્રશ્યથી સંતોષ જ નહતો થતો. આવામાં તેઓ વારંવાર રીટેક લેતા હતા.
જેકી શ્રોફે સંભળાવ્યો કિસ્સો
જેકી શ્રોફ એક વીડિયોમાં કહેતા જણાય છે કે તે જતાવવા માંગતો હતો કે તેના મોટાભાઈએ તેને થપ્પડ મારી છે. પહેલો શોટ ડાયરેક્ટરે ઓકે કરી દીધો અને તેમને યોગ્ય એક્સપ્રેશન પણ મળી ગયા. પરંતુ તેમણે કહ્યું કે નહીં મારે વધુ એક જોઈએ. મે તેને થપ્પડ મારી. તેણે ફરી કહ્યું કે વધુ એક. આ સીન માટે મે તેને 17 થપ્પડ મારી. હું ફક્ત એક્ટ કરી શકું તેમ નહતો. મારે તેને થપ્પડ મારવા પડ્યા, કારણ કે હવામાં થપ્પડ મારવાથી કોઈનું રિએક્શન મળતું નથી.
અત્રે જણાવવાનું કે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ પરિન્દા એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ હતી. જેમાં અનિલ કપૂર, જેકી શ્રોફ, નાના પાટેકર, માધુરી દિક્ષિતે અભિનય કર્યો હતો. ફિલ્મમાં કિશન (જેકી શ્રોફ), અંડર વર્લ્ડના ડોન અન્ના (નાના પાટેકર) માટે કામ કરે છે. કિશનનો ભાઈ કરણ (અનિલ કપૂર) વિદેશથી અભ્યાસ કરીને પાછો ફરે છે. કરણ તેના મિત્રના મોતનો અન્ના પાસેથી બદલો લેવા માંગે છે અને ત્યારબાદ બંને ભાઈ ગેંગવોરમાં એક બીજાની સામે જોવા મળે છે.
નેશનલ એવોર્ડ જીત્યા હતા
પરિન્દાના ખુબ વખાણ થયા હતા. આ ફિલ્મે 2 નેશનલ એવોર્ડ અને 5 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ માટે 1990ના એકેડેમી પુરસ્કર (ઓસ્કાર એવોર્ડ) માટે પરિન્દા ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી હતી પરંતુ તેને નોમિનેટ કરાઈ નહીં. 2015માં વિધુ વિનોદ ચોપડાએ પરિન્દાને બ્રોકન હોર્સેસ નામથી હોલિવુડ ફિલ્મ તરીકે બનાવી હતી.
અત્રે જણાવવાનું કે બોલીવુડ અભિનેતા જેકી શ્રોફ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. સાચુ નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે. પિતાનું નામ કાકાભાઈ હરિભાઈ શ્રોફ છે. જ્યારે માતાનું નામ રીટા શ્રોફ છે. તેઓ મુંબઈ શહેરના વાલકેશ્વર વિસ્તારમાં તીન બત્તી ખાતે એક ચાલીમાં રહેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે