આ અભિનેતા હનીમૂન પર બોટલમાં રાખેલું પત્નીનું બ્રેસ્ટ મિલ્ક પી ગયો હતો...જાણો શું હતો કિસ્સો

તે ફક્ત સ્ટાર વાઈફ જ નહીં પરંતુ બે બાળકોની માતા, કેન્સર સર્વાઈવર અને એક લેખક પણ છે.

આ અભિનેતા હનીમૂન પર બોટલમાં રાખેલું પત્નીનું બ્રેસ્ટ મિલ્ક પી ગયો હતો...જાણો શું હતો કિસ્સો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ફક્ત સ્ટાર વાઈફ જ નહીં પરંતુ બે બાળકોની માતા, કેન્સર સર્વાઈવર અને એક લેખક પણ છે. તેણે મધરહુડ પર લખેલું પોતાનું પુસ્તક 'ધ 7 સિન્સ ઓફ બીઈંગ એ મધર' લોન્ચ કર્યું. પુસ્તકમાં તેણે પોતાની અને આયુષ્યમાનની પર્સનલ લાઈવ અંગે ખુબ ચોંકાવનારા ખુલાસા કર્યા. તાહિરાએ પતિ અને અભિનેતા આયુષ્યમાન ખુરાના સંલગ્ન એક કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું જણાવ્યું કે કેવી રીતે આયુષ્યમાન ખુરાના તેનું બ્રેસ્ટ મિલ્ક તેના પ્રોટીન શેકમાં ભેળવીને પિતો હતો. આ સાંભળીને આયુષ્યમાન ખુરાનાના ફેન્સ તો ચોંકી ગયા. આવો જાણીએ આ સમગ્ર કિસ્સા અંગે....

આ ચોંકાવનારો ખુલાસો તાહિરાએ તેના પુસ્તકમાં કરતા જણાવ્યું કે આવું આયુષ્યમાન ખુરાનાએ કેમ કર્યું હતું. આ પુસ્તકમાં તાહિરાએ જણાવ્યું છે કે તે કેવી રીતે આયુષ્યમાન ખુરાનાની સાથે ત્રણ દિવસની બેંગકોક ટ્રિપ જવા માંગતી હતી અને આ માટે તેણે પોતાના 7 મહિનાના બાળકને ઘરે તેના પેરેન્ટ્સની નિગરાણીમાં છોડ્યો હતો. આ નિર્ણયને તાહિરાએ ફેમિલી સ્કેન્ડલ તરીકે ગણાવ્યો છે. 

આયુષ્યમાને પીધુ હતું બ્રિસ્ટ મિલ્ક
તાહિરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાના પુસ્તકમાં લખેલા કેટલાક કિસ્સા શેર કર્યા છે. આ પુસ્તક ત્યારનું છે જ્યારે તે હનીમૂન પર બેંગકોક  ગઈ હતી. તાહિરાએ જણાવ્યું કે જ્યારે તેમનું બાળક સાત મહિનાનું હતું અને આ ટ્રિપ પર જ્યારે તેણે બ્રેસ્ડ મિલ્ક કાઢીને રાખ્યું હતું તો આયુષ્યમાને તેને પ્રોટીન શેકમાં ભેળવીને પી લીધુ. 

શું છે આ સમગ્ર કિસ્સો
તેણે જણાવ્યું કે આ ડ્રીમ ટ્રિપ પર જતા પહેલા તેણે તેના બાળક માટે થોડી બોટલમાં બ્રેસ્ટ મિલ્ક સ્ટોર કરીને રાખ્યું હતું અને એરપોર્ટ માટે નીકળી ગઈ. ચેક ઈન કરે તે પહેલા જ તાહિરાને તેના પેરેન્ટ્સનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે બાળક તો ઠીક છે પરંતુ મિલ્ક ખતમ થઈ ગયું છે. આ સાંભળીને તાહિરા પરેશાન થઈ ગઈ પરંતુ હવે તેમની પાસે કોઈ ઓપ્શન નહતું અને તેમણે ચેક ઈન કરવું પડ્યું. ફ્લાઈટની અંદર પણ તે ખુબ પરેશાન થઈ રહી હતી કારણ કે તેણે વારંવાર બ્રેસ્ટ મિલ્ક કાઢવા માટે વોશરૂમ જવું પડતું હતું. તાહિરાએ જણાવ્યું કે આ દરમિયાન આયુષ્યમાન કેવી રીતે તેને ચિયર અપ કરવા માંગતો હતો. તે હોટલ પહોંચ્યા અને શોપિંગ પર જવાનો નિર્ણય લીધો. નીકળતા પહેલા તાહિરાએ ફરીથી એકવાર પોતાનું મિલ્ક કાઢ્યું અને  બાળકના હાલ જાણવા માટે માતાને ફોન કર્યો. 

જ્યારે તે વાત કરતા પાછી ફરી તો જોયું કે બોટલ ખાલી છે. તેણે ખબર પડી ગઈ હતી કે આયુષ્યમાન તે બ્રિસ્ટ મિલ્ક સાથે પોતાનો પ્રોટીન શેક ખતમ કરી  ચૂક્યો છે. તેણે પુસ્તકમાં લખ્યું છે કે માય બોય (આયુષ્યમાન) પ્રોટીન શેક લઈને બેડરૂમમાં રિલેક્સ કરતો હતો. મે બ્રેસ્ટ મિલ્ક ગાયબ થવાના વિચિત્ર કેસ અંગે તેને સવાલ કર્યો તો તે હસતાં હસતાં પોતાની મૂછો પર હાથ ફેરવવા લાગ્યો અને મિલ્ક સાફ કરવા લાગ્યો. તેણે બસ એટલું જ કહ્યું કે- તે પરફેક્ટ તાપમાન પર હતો, ખુબ જ પોષ્ટિક અને પ્રોટીન શેક સાથે સારી રીતે મિક્સ થઈ જતું હતું. 

અત્રે જણાવવાનું કે તાહિરા કશ્યપ અને આયુષ્યમાન ખુરાનાના લગ્નને લગભગ એક દાયકો થવાનો છે. બંને નવેમ્બરમાં પોતાના લગ્નની દસમી વર્ષગાઠ ઉજવશે. બંનેની કેમિસ્ટ્રી અને અંડરસ્ટેન્ડિંગ ફેન્સને ખુબ પસંદ છે. એક બીજાના ખરાબ સમયમાં આ બંનેએ એકબીજાને ખુબ સપોર્ટ કર્યો અને ક્યારેય પોતાના પાર્ટનરને પડવા દીધા નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news