રાજકોટ મ્યુનિ. ચૂંટણી : કોરોનાગ્રસ્ત CM રૂપાણી રાજકોટમાં મતદાન કર્યા બાદ ફરી યુએન હોસ્પિટલમાં દાખલ થશે

રાજકોટમાં આજે મતદાનનો મહાદિવસ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન દિવસ છે. જોકે, રવિવારની રજા હોવાથી રંગીલા રાજકોટમાં ધીરે ધીરે મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી રાજકોટમાં માત્ર 3.5 ટકા જ મતદાન નોંધાયું છે. લાગે છે કે, પહેલા ફાફડા-જલેબીનો નાસ્તો અને પછી મતદાન એવા નિયમ સાથે રાજકોટવાસીઓ મતદાન કરશે. સવારથી અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી ચૂક્યા છે. સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી ચૂક્યા છે. તો બીજી તરફ, સીએમ રૂપાણી (vijay rupani) બપોરે 4 કલાકે રાજકોટ જવા રવાના થશે. તેઓ સાંજે 5 વાગ્યે રાજકોટ (rajkot) ના વોર્ડ નંબર-10ના બુથ નંબર-2માં મુખ્યમંત્રી રૂપાણી મતદાન કરશે. પ્રદેશ ભાજપે અખબાર યાદી આપી સત્તાવાર જાહેરાત કરી છે. તો તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ તેમની સાથે મતદાન કરશે. 

રાજકોટ મ્યુનિ. ચૂંટણી : કોરોનાગ્રસ્ત CM રૂપાણી રાજકોટમાં મતદાન કર્યા બાદ ફરી યુએન હોસ્પિટલમાં દાખલ થશે

ઉદય રંજન/બ્રિજેશ દોશી/રાજકોટ :રાજકોટમાં આજે મતદાનનો મહાદિવસ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન દિવસ છે. જોકે, રવિવારની રજા હોવાથી રંગીલા રાજકોટમાં ધીરે ધીરે મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી રાજકોટમાં માત્ર 3.5 ટકા જ મતદાન નોંધાયું છે. લાગે છે કે, પહેલા ફાફડા-જલેબીનો નાસ્તો અને પછી મતદાન એવા નિયમ સાથે રાજકોટવાસીઓ મતદાન કરશે. સવારથી અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી ચૂક્યા છે. સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી ચૂક્યા છે. તો બીજી તરફ, સીએમ રૂપાણી (vijay rupani) બપોરે 4 કલાકે રાજકોટ જવા રવાના થશે. તેઓ સાંજે 5 વાગ્યે રાજકોટ (rajkot) ના વોર્ડ નંબર-10ના બુથ નંબર-2માં મુખ્યમંત્રી રૂપાણી મતદાન કરશે. પ્રદેશ ભાજપે અખબાર યાદી આપી સત્તાવાર જાહેરાત કરી છે. તો તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ તેમની સાથે મતદાન કરશે. 

સાથે જ સીએમ રૂપાણીએ હોસ્પિટલના બિછાનેથી ગુજરાતની જનતાને વોટ આપવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મારી તમામ મતદારોને અપીલ છે કે, તેઓ લોકશાહીના આ પર્વમાં મોટી સંખ્યામાં મતદાન કરો. લોકશાહીના પર્વને સફળ બનાવો. સોશિય ડિસ્ટન્સિંગ અને માસ્કનો નિયમ પાળો. ઉલ્લેખનીય છે કે, કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી સીએમ રૂપાણી હાલ અમદાવાદની યુએન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈનને અનુસરીને રાજકોટમાં મતદાન કરવા જશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી દેશના પહેલા નેતા બનશે જેઓ કોરોનાગ્રસ્ત હોવા છતા મતદાન કરશે. તેઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી (rajkot election) માં મતદાન કરશે. તેઓ અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાંથી ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ્લેન મારફતે રાજકોટ જશે. તેઓ પીપીઈ કીટ પહેરીને મતદાન કરશે. સાંજે 7 વાગ્યે રાજકોટથી અમદાવાદ પરત ફરીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થશે.

No description available.

ઠાકોર સાહેબ માંધાતાસિંહે વિન્ટેજ કારમાં મતદાન કર્યાં
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહે વિન્ટેજ કાર મતદાન કર્યાં છે. સવારે તેઓ રણજીત વિલાસ પેલેસથી નીકળીને પેલેસ રોડ થઈને મુરલીધર હાઇસ્કૂલ (વર્ધમાન નગર) મતદાન મથક પર પહોંચ્યા હતા. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ અગાઉની ચૂંટણીમાં પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન કરવા જવાની પરંપરા નિભાવી હતી. સાથે જ પોતાના મતાધિકારની પવિત્ર ફરજ નિભાવી છે. જે વિન્ટેજ કારમાં તેઓ મતદાન કરવા નીકળ્યા હતા, તે તેમના રાજપરિવારની વિશિષ્ટ પેકકાર્ડ ક્લીપર ( 7 સીટર કસ્ટમ સુપર 8 સિલિન્ડર) મોડલ છે. જે વર્ષ 1947 નું  “પોસ્ટ વોર અમેરિકન બેસ્ટ ઇન ક્લાસ” શ્રેણીમાં 8મી એડિશન 21 Gun Salute  International Vintage Car Rally & Concours  Show D’ Elegance 2020 માં આ વિન્ટેજ કારને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું. 2020ની 15 અને 16મી ફેબ્રુઆરીએ ગુરુગ્રામ દિલ્હી ખાતે કર્મા લેકલેન્ડસ ગોલ્ફ કોર્સ ખાતે આ રેલી યોજાયેલ હતી. 

No description available.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news