બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos

ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના બેબી બંપની તસવીરો શેર કરી ચર્ચા છે

બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના બેબી બંપની તસવીરો શેર કરી ચર્ચા છે. સુપરસ્ટાર બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા આગામી વર્ષ જાન્યુઆરીમાં માતા બનવા જઈ રહી છે.

એક માતા બનવાની ખુશી વ્યક્ત થયા છે, તેનો અંદાજ અનુષ્કા શર્માની આ તસવીરોમાં સરળતાથી જોઇ શકાય છે. આ વચ્ચે હાલમાં જ એકવાર ફરીથી અનુષ્કા શર્માએ બેબી બંપને દેખાડતા કેટલાક ક્યૂટ અને શાનદાર ફોટો શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યાં છે.

બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી અનુષ્કા શર્મા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અનુષ્કા શર્મા તેના પતિ અને આરસીબી (Royal Challengers Bangalore)ના કેપ્ટન વિરાટ કોહલીની સાથે યૂએઇ (UAE)માં હાજર છે. આઇપીએલ 2020 (IPL 2020)ને ધ્યાનમાં રાખી અનુષ્કા કોહલીની સાથે છે. તે દરમિયાન વિરુષ્કાની ઘણી તસવીરો સામે આવી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Pocketful of sunshine ☀️☺️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

એવામાં થોડા સમય પહેલા અનુષ્કા શર્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો અપલોડ કરી છે, જેમાં અનુષ્કા તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં તમે જોઇ શકો છો કે, ડેગરી ડ્રેસમાં અનુષ્કાનું કાતિલ હાસ્ય તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યું છે.

સાથે જ દુબઇ (Dubai)નો તડકો અનુષ્કાના સુંદર ચહેરાની આ પ્રકારે રોનક વધારી છે. સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માની આ તસવીર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. ફેન્સ અનુષ્કાની આ ફોટો પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે.

ચહલની મગેંતર ધનશ્રીની સાથે પણ જોવા મળી અનષ્કા
થોડા દિવસ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ (RCB vs RR)ની વચ્ચે આઇપીએલ સીઝન 13 (IPL 13)ના અંતર્ગત એક મેચ રમાઈ હતી. જેમાં અનુષ્કા શર્માની સાથે આરસીબીના સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ની મગેંતર ઘનશ્રી વર્મા (Dhanashree Verma) પણ જોવા મળી હતી.

બેંગ્લોરની જીત બાદ અનુષ્કા અને ધનશ્રી એક બીજા સાથે ટીમની જીતની ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ બંનેની ક્યૂટ ફોટો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. જેને ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news