હવામાં ઉડી રહેલી સારાને એકાએક યાદ આવી ગઈ 'ખાસ વ્યક્તિ', જુઓ VIDEO

હાલમાં સારા અલી ખાન, રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સિંબાના શૂટિંગમાં વ્યસ્ત છે

હવામાં ઉડી રહેલી સારાને એકાએક યાદ આવી ગઈ 'ખાસ વ્યક્તિ', જુઓ VIDEO

નવી દિલ્હી : જ્યારે આપણે કંઈ પણ નવું એક્સાઇટિંગ કામ કરતા હોઈએ ત્યારે આપણને આપણા નજીકના લોકોની યાદ આવી જતી હોય છે. આવુ જ થયું સારા અલી ખાન સાથે. સૈફ અલી ખાનની દીકરી સારાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર એડવેન્ચર સ્પોર્ટસનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં સારા પોતાની માતા અમૃતા સિંહને યાદ કરે છે. 

હાલમાં સારા પોતાની ફિલ્મ સિંબાના શૂટિંગ માટે સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને અહીંની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સારા પેરાગ્લાઇડિંગ કરતી નજરે ચડે છે. વીડિયામાં સારા પોતાની મમ્મીને યાદ કરીને બહુ એન્જોય કરી રહી છે. આ વીડિયોમાં સારા નદી અને હરિયાળીના પણ વખાણ કરે છે. 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાની સોશિયલ મીડિયા વોલ પર એનર્જેટિક તસવીર જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સારા સાથે રણવીર સિંહ કામ કરતો જોવા મળી રહ્યો છે અને હાલમાં ફિલ્મનું શૂટિંગ સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહ્યું છે. સારા હાલમાં પોતાની કરિયર માટે બહુ સિરિયસ છે અને તે પોતાની ડેબ્યુ ફિલ્મની રાહ જોઈ રહી છે. સારાની હજી સુધી એકપણ ફિલ્મ રિલીઝ નથી થઈ પણ તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news