આર્થિક સંકળામણને કારણે રાજકોટમાં એક વેપારીએ કર્યો આપઘાત

આર્થિક સંકળામણને કારણે રાજકોટમાં એક વેપારીએ કર્યો આપઘાત

રાજકોટઃ વધુ એક વેપારીએ નાણાની તંગીને કારણે આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના રાજનગર ચોક નજીક રહેતા વેપારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત પાછળનું કારણ પૈસાની તંગી હોવાનું જાણવા મળ્યું છે. વેપારીએ પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. 

આત્મહત્યા કરનાર વેપારીનું નામ નિમિષ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ક્યા કારણે આત્મહત્યા કરી તે માટે પોલીસે તપાસ શરૂ કરી છે. 

તો બીજીતરફ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં એક સામાજીક કાર્યકરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ સામાજીક કાર્યકરે જીઆઈડીસી ખાતે પ્રદુણબ બાબતે કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામાજીક કાર્યકરે કહ્યું કે, આમાંથી ઘણી કંપનીઓ પ્રદુષણ ફેલાવી રહી છે. તેમણે અનેક રજૂઆત કરી છતા કોઈ ઉકેલ આવ્યો નથી. અંતે આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news