Video : દુબઇમાં સલ્લુ દેખાયો ક્યારેય ન દેખાયો હોય એવી હાલતમાં, વાઇરલ થયો VIDEO

બોલિવૂડ સ્ટાર સલમાનના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે

Video : દુબઇમાં સલ્લુ દેખાયો ક્યારેય ન દેખાયો હોય એવી હાલતમાં, વાઇરલ થયો VIDEO

નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સલમાનના ચાહકો ફેલાયેલા છે. સલમાન જ્યાં પણ જાય છે ત્યાં તેના ચાહકો તેને ઘેરી વળે છે. પોતાના ચાહકોથી બચવા માટે સલમાન મૃોટાભાગદે ટાઇટ સિક્યુરિટીમાં રહેવાનું પસંદ કરે છે. સલમાન સિક્યુરિટીમાં રહેતો હોવા છતાં તેની સાથે ફોટો પડાવવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. 

સલમાન મોટાભાગે પોતાના પર્સનલ  બોડીગાર્ડ શેરા તેમજ પોતાની ટીમ કે પરિવાર સાથે જોવા મળે છે. હાલમાં સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વીડિયો દુબઈના એક મોલનો છે જ્યાં સલમાન એકલોઅટુલો શોપની બહાર બેઠેલો છે. 

A post shared by Planet Salman (@planetsalman) on

આ વીડિયોમાં બ્લેક ટી-શર્ટ તેમજ ડેનિમમાં સલમાન જોવા મળે છે અને તેણે કેપ પહેરેલી છે. સલમાન પોતાના મોબાઇલ ફોનમાં વ્યસ્ત છે. આ દરમિયાન સલમાન એકદમ શાંત દેખાય છે. રસપ્રદ વાત તો એ છે કે તે જે મોલમાં દેખાય છે ત્યાં આસપાસમાં કોઈ ખાસ ધમાલ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news