VIDEO : ધર્મેન્દ્રના જીવનમાં ખાસ સ્થાન છે આ બાળકીનું, કોણ છે? જાણવા માટે કરો ક્લિક

બોલિવૂડના ધરમપાજી હાલમાં પોતાના જીવનના ખાસ પળ પ્રકૃતિ વચ્ચે પસાર કરી રહ્યા છે

VIDEO : ધર્મેન્દ્રના જીવનમાં ખાસ સ્થાન છે આ બાળકીનું, કોણ છે? જાણવા માટે કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડના હીમેન ધર્મેન્દ્ર હાલમાં તેમનું જીવન પોતાના ફાર્મહાઉસમાં પસાર કરી રહ્યા છે. તેઓ અવારનવાર ફાર્મ હાઉસની હરિયાળી તેમજ પ્રાકૃતિક દ્રશ્યોના વીડિયો શેયર કરતા રહે છે. હાલમાં ધર્મેન્દ્રએ એક ક્યુટ બાળકી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. આ વીડિયો વાઇરલ થઈ ગયો છે ત્યારે તમામ લોકો આ બાળકી કોણ છે એ જાણવા માટે તત્પર થઈ ગયા છે. 

આ વીડિયો સાથે ધર્મેન્દ્રએ એક ક્યુટ મેસેજ પણ શેયર કર્યો છે. આ મેસેજમાં લખ્યો છે કે, ''અદિતી. મારા રસોયાની દીકરી. તે મારા માટે દીકરા જેવી છે. તે મારા ફાર્મ પર જન્મીને મોટી થઈ છે. તે મારા માટે બહુ સારી કંપની છે. તે સ્કૂલમાં ભણે છે અને આજે તેની સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટીશન છે. તે બહુ જબરદસ્ત લાગી રહી છે. તમારા આશિર્વાદની જરૂર છે.''

હાલમાં ધર્મેન્દ્ર બોલિવૂડના ગ્લેરમથી દૂર છે અને ખેતી કરી રહ્યા છે. હકીકતમાં હાલમાં ધર્મેન્દ્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક વીડિયો નાખવામાં આવ્યા છે. આ વીડિયોમાં તે પોતાની ગાયને ચારો ખવડાવતા તેમજ ખેતી કરતા દેખાય છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર સંદેશ આપે છે કે work is worship.ધર્મેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાણાના નસરાલી ગામમાં થયો હતો. તેઓ છેલ્લા 58 વર્ષથી ફિલ્મ ઇ્ન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે 1960માં ફિલ્મ 'હમ ભી તેરે દિલ ભી તેરા'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તેઓ આજે પણ ફિલ્મોમાં સક્રિય છે અને બહુ જલ્દી દીકરાઓ સાથે 'યમલા પગલા દીવાના ફિર સે'માં જોવા મળશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news