Hottieની બીચ પર ડિવોર્સી BF સાથે ટોટલ ધમાલ, તસવીરોને કારણે પરિવારમાં બબાલ

બીચ પરથી આ તસવીરો વાઇરલ થતા સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ છે. આ પ્રેમી જોડીને બીચ બહુ ગમતા હોય એમ લાગે છે કારણ કે હજી થોડા સમય પહેલાં પણ તેમનો એક બીચ ફોટો વાઇરલ થયો હતો 

Hottieની બીચ પર ડિવોર્સી BF સાથે ટોટલ ધમાલ, તસવીરોને કારણે પરિવારમાં બબાલ

મુંબઈ : સોશિયલ મીડિયામાં ફરીવાર પત્ની અધુના અખ્તરથી ડિવોર્સ પછી છુટા પડેલા ફરહાન અખ્તર અને તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરની તસવીરો વાઇરલ થઈ છે. બીચ પરથી આ તસવીરો વાઇરલ થતા સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ છે. શિબાની અને ફરહાનને બીચ બહુ ગમતા હોય એમ લાગે છે કારણ કે હજી થોડા સમય પહેલાં પણ તેમનો એક બીચ ફોટો વાઇરલ થયો હતો જેના પગલે ફરહાનના પરિવારમાં ટેન્શનની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. 

થોડા સમય પહેલાં આવેલી તસવીરને કારણે ફરહાનના પરિવારમાં સમસ્યા ઉભી થઈ હતી. ડેક્કન ક્રોનિકલમાં આવેલા સમાચાર પ્રમાણે સુત્રએ કહ્યું છે કે,''ફરહાનના પરિવારજનો આ તસવીરથી ખુશ નથી. હજી ફરહાનના ડિવોર્સ થોડા સમય પહેલાં જ થયા છે અને તેને બે મોટી દીકરીઓ છે. ફરહાનના પરિવારને શિબાની સાથે કોઈ વાંધો નથી પણ તેમને આ તસવીરો પસંદ નથી પડી.''

ફરહાન પોતાના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને પોતાના જીવન વિશે હંમેશા એક ઝલક આપતો રહે છે. તેણે શિબાની સાથે પોતાના સંબંધ વિશે ન તો કંઇ લખ્યું ન તો કંઇ શેર કર્યું છે. તેણે થોડા સમય પહેલા શિબાની સાથે કેટલીક તસ્વીરો શેર કરી હતી પરંતુ તેવું ન જાણી શકાયું કે બંન્ને વચ્ચે શું સંબંધ છે. મહત્વનું છે કે, ફરહાન અખ્તરે અધુના ભાબાની સાથે લગ્ન કર્યાં હતા પરંતુ 16 વર્ષના લગ્ન જીવન બાદ બંન્નેએ આ સંબંધ તોડી નાખ્યો હતો. બંન્નેને બે પુત્રીઓ પણ છે. અધુના પણ પોતાના એક મિત્રને ડેટ કરી રહી છે જેના ફોટો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

ફરહાનની કરિયરની વાત કરીએ તો તે બહુ જલ્દી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપડા જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ આટોપાઈ ગયું છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ફરહાન અને શિબાની બહુ જલ્દી એક પ્રોજેક્ટ પર સાથે જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news