#SareeTwitterમાં શામેલ થયેલી આ 'હસીના'ને જોઈને દિલ થઈ જશે ખુશ!

ટ્વિટર પર #SareeTwitter હેશટેગ લાંબા સમયથી ટ્રેન્ડ થઈ રહ્યું હતું

#SareeTwitterમાં શામેલ થયેલી આ 'હસીના'ને જોઈને દિલ થઈ જશે ખુશ!

મુંબઈ : ટ્વિટર પર હંમેશા કંઈ નવું થતું રહે છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ હોંશભેર ભાગ લે છે. હાલમાં ટ્વિટર પર સાડી ટ્રેન્ડ કરી રહી હતી. સોશિયલ મીડિયામાં અનેક એક્ટિવ મહિલાઓએ પોતાની સાડી સાથેની તસવીર શેયર કરી છે. ટ્વિટર પર #SareeTwitter હેશટેગ લાંબા સમયથી ટ્રેન્ડ થઈ રહ્યું હતું. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાનાનું નામ પણ શામેલ થઈ ગયું છે. તેણે સોશિયલ મીડિયામાં પોતાની એક તસવીર શેયર કરી છે જેમાં તેણે સાડી પહેરી છે. 

આયુષ્યમાન ખુરાના માટે વર્ષ 2018 ખાસ રહ્યું છે. તેની ફિલ્મો અંધાધૂન અને બધાઇ હો બોકસ ઓફિસ પર ધૂમ મચાવી ચુકી છે. આ ફિલ્મોએ આયુષ્યમાનને સ્ટાર તરીકે પ્રસ્થાપિત કરી દીધો છે. હવે આયુષ્યમાન ખુબ સમજી વિચારીને ફિલ્મો સાઇન કરી રહ્યો છે અને પોતાની ફી પણ વધારી દીધી છે. બોલિવૂડમાં ફિલ્મ સફળ થતાં જ ફી વધારવાનું ચલણ છે. આયુષ્યમાન પણ તેમાં સામેલ થઇ ગયો છે. હવે તે 'ડ્રીમ ગર્લ' નામની ફિલ્મ કરી રહ્યો છે. 

— Ayushmann Khurrana (@ayushmannk) July 17, 2019

ડ્રીમ ગર્લ નામની આ ફિલ્મ એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં આયુષ્માન પ્રથમ વખત નુસરત ભરુચા સાથે જોવા મળશે. આ કલાકારે ફિલ્મ પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વિટીમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં જાણીતા લેખક રાજ શાંડિલ્ય પણ જોવા મળશે, જેને કોમેડી અને ગેંગ્સના લેખક માનવામાં આવે છે. પોતાના રોલ અંગે થોડું સિક્રેટ રાખતા આયુષ્માને કહ્યું કે, આ ફિલ્મમાં તે પોતાના અવાજ સાથે એક્સપરિમેન્ટ કરવાનો છે. જેને સાંભળીને લોકો ચોંકી જશે. ફિલ્મ મેરઠ સિટીથી શરૂ થાય છે. આ ફિલ્મની જાહેરાત સાથે એક વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો જે ખૂબ મજેદાર છે.

હાલમાં આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) 'આર્ટિકલ 15'માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેણે પોલીસવાળાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી છે. હાલમાં આયુષ્યમાન પાસે અનેક સારા પ્રોજેક્ટસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news