Videos : પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકાએ કર્યો જબરદસ્ત ડાન્સ, બધાની આંખો થઈ પહોળી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હાલમાં ભારતમાં છે અને પોતાની ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક'ના કારણે સતત ચર્ચામાં છે

Videos : પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકાએ કર્યો જબરદસ્ત ડાન્સ, બધાની આંખો થઈ પહોળી

નવી દિલ્હી : એકટ્રેસ પ્રિયંકા ચોપડા હાલમાં ભારત આવી છે અને તેની તસવીર તેમજ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલા છે. હાલમાં તેની કેટલીક તસવીર સામે આવી છે જેમાં તે 'ધ સ્કાઇ ઇઝ પિંક'ની રેપઅપ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ તસવીર અને વીડિયો પછી પ્રિયંકાની એનર્જીના બહુ વખાણ થઈ રહ્યા છે. આ પાર્ટીના ઇનસાઇડ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. 

આ વીડિયોમાં પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકા નાચતી અને ગાતી જોવા મળી રહી છે. પ્રિયંકાનો વ્હાઇટ ડ્રેસ અને યેલો બુટ્સવાળો લુક વાઇરલ થઈ રહ્યો છે. આ લુકમાં પ્રિયંકાએ ગોઠણ પર બ્લેક બેન્ડેજ લગાવેલી હોય એવું દેખાય છે જેના પછી પ્રિયંકાને ઘુંટણમાં સમસ્યા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

A post shared by Perfection Is?! PeeCee👑 (@priyanka.news) on

આ વીડિયોમાં પ્રિયંકા પોતાના જ ગીત પર ડાન્સ કરતી નજરે ચડે છે. પ્રિયંકા પગ પર વાગ્યું હોવા છતાં જબરદસ્ત એનર્જીથી ડાન્સ કરી રહી છે. આ પાર્ટીના વીડિયો પ્રિયંકાની વોલ પર વાઇરલ થઈ રહ્યા છે. 

A post shared by Perfection Is?! PeeCee👑 (@priyanka.news) on

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા હાલમાં ભારતમાં છે અને પોતાની આગામી ફિલ્મને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મની રેપઅપ પાર્ટીમાં પ્રિયંકા આખી ટીમ સાથે જોવા મળી હતી. આ પાર્ટીમાં ફિલ્મ સાથે જોડાયેલા બીજા લોકો પણ જોવા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news