VIDEO: રિલીઝ થતાં ઈન્ટરનેટ પર છવાયું હિના ખાનની ફિલ્મ 'HACKED'નું ટ્રેલર

આ ફિલ્મમાં સાઇબર ક્રાઇમ વિશે દેખાડવામાં આવશે અને તે વાતની પણ ચેતવણી આપવામાં આવશે કે વેબમાં પોતાની દરેક નાની-નાની વાતોને શેર કરવી કેટલિક ખતરનાક બની શકે છે. 

VIDEO: રિલીઝ થતાં ઈન્ટરનેટ પર છવાયું હિના ખાનની ફિલ્મ 'HACKED'નું ટ્રેલર

નવી દિલ્હીઃ નાના પડદા પરની જાણીતી અભિનેત્રી હિના ખાન (Hina Khan) હવે મોટા પદડા પર ધમાલ મચાવવા તૈયાર છે. હિનાએ વિક્રમ ભટ્ટની સાથએ બોલીવુડમાં પોતાનું પ્રથમ પગલું રાખવાની તૈયારી પૂરી કરી લીધી છે. હિના ખાનની આ ફિલ્મનું નામ 'હેક્ડ (Hacked)' છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. લોકોને ફિલ્મનો કોન્સેપ્ટ ખુબ પસંદ આવી રહ્યો છે. આ ફિલ્મ આગામી મહિને 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 

ફિલ્મમાં સાઇબર ક્રાઇમ વિશે દેખાડવામાં આવશે અને તે વાતની પણ ચેતવણી આપવામાં આવશે કે વેબમાં પોતાની દરેક નાની-મોટી વાતને શેર કરવી કેટલુ ખતરનાક થઈ શકે છે. હિના તેમાં એક ફેશન મેગેઝિનના એડિટર તરીકે જોવા મળશે. ફિલ્મમાં હિનાની ભૂમિકા ગ્લેમરસ છે. લોનરએન્ગર પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત અને અમર પી ઠક્કર અને કૃષ્ણા ભટ્ટ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રોહન શાહ, મોહિત મલ્હોત્રા અને સિડ મક્કડ પણ છે. 

હિના હાલના દિવસોમાં માલદીવમાં રજાઓ માણીને પરત ફરી છે. તેના માલદીપની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ હતી. હિનાને ટીવી શો 'યે રિશ્તા ક્યા કહલાતા હે'માં અક્ષરાની ભૂમિકા માટે ઓળખવામા આવે છે. તે 'બિગ બોશ' સિઝન 11ની સ્પર્ધક પણ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિના એક પ્રતિભાશાળી અભિનેત્રી હોવાની સાથે-સાથે એક સારી ડિઝાઇનર પણ છે. હિનાનો જન્મ 2 ઓક્ટોબર 1987ના શ્રીનગરમાં થયો હતો. હિના પહેલા તો કરિયર તરીકે એક પત્રકાર બનવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ બાદમાં એરહોસ્ટેસની ટ્રેનિંગ બાદ અભિનયની દુનિયામાં આવી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news