VIDEO : શાહરૂખે કર્યું કંઈક એવું કે કેટરીના અને અનુષ્કાને પણ લાગ્યો Shoke

શાહરૂખની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર મુંબઈમાં વડાલા ખાતે આવેલા IMAXમાં લોન્ચ કરાયું હતું, અહીં કેટરીના કૈફ સિલ્વર રંગના અત્યંત સુંદર ડ્રેસમાં આવી હતી, પરંતુ તેના ડ્રેસની સુંદરતાને જીન્સનું જેકેટ ઢાંકી રહ્યું હતું 

VIDEO : શાહરૂખે કર્યું કંઈક એવું કે કેટરીના અને અનુષ્કાને પણ લાગ્યો Shoke

નવી દિલ્હીઃ શાહરૂખ ખાનનો અંદાજ અનોખો છે અને એ વાત તો સૌ કોઈ જાણે છે કે તે પોતાની હીરોઈનોનો કેટલો ફેવરિટ છે. જાહેર કાર્યક્રમો કે ફિલ્મના પ્રમોશન દરમિયાન શાહરૂખ હંમેશાં પોતાની હીરોઈનોને પ્રોટેક્ટિવ કરતો જોવા મળતો હોય છે, પરંતુ તેણે 'ZERO'ના પ્રમોશન દરમિયાન કંઈક એવું કર્યું કે હાજર બધા જ દંગ રહી ગયા. 

હા, શાહરૂખે ફિલ્મ 'ZERO'ના પ્રમોશન દરમિયાન તેની ફિલ્મની હીરોઈન કેટરિના કૈફનું સ્ટેજ પર જ જેકેટ ઉતરાવી નાખ્યું. શાહરૂખની રિક્વેસ્ટ સાંભળીને કેટરીના ખુદ પણ ચકિત રહી ગઈ હતી. 

શાહરૂખની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર મુંબઈમાં વડાલા ખાતે આવેલા IMAXમાં લોન્ચ કરાયું હતું, અહીં કેટરીના કૈફ સિલ્વર રંગના અત્યંત સુંદર ડ્રેસમાં આવી હતી. કેટરિનાએ આ ડ્રેસ ઉપર ઓવરસાઈડ ડેનિમનું જેકેટ પહેર્યું હતું, જે તેના ડ્રેસની સુંદરતાને ઢાંકી રહ્યું હતું. શાહરૂખ લાલ રંગના ચેક્સ શર્ટ અને જીન્સમાં આવ્યો હતો. કેટરિના, અનુષ્કા અને શાહરૂખ ત્રણેય સ્ટેજ પર બેસીને મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા. 

એક રિપોર્ટર જ્યારે પ્રશ્નો પુછી રહ્યો હતો ત્યારે શાહરૂખ અચાનક તેની જગ્યાએથી ઊભો થયો અને કેટરિનાના કાનમાં કંઈક કહેવા લાગ્યો. શાહરૂખની વાત સાંભળીને કેટરિના તેને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ શાહરૂખ તેની વાત માનવા તૈયાર ન હતો. 

આ બંને એટલી ધીમેથી એક-બીજા સાથે વાતો કરતા હતા કે બાજુમાં બેસેલી અનુષ્કાને પણ કંઈ સમજાતું ન હતું કે શું ચાલી રહ્યું છે. કેટરિના જ્યારે શાહરૂખની વાત માનવા તૈયાર ન થઈ તો શાહરૂખે પરાણે તેને ઊભી કરી અને તેણે પહેરેલું જેકેટ ઉતારી નાખ્યું. શાહરૂખ કેટરિનાને કહેતો હતો કે, તેનું આ જેકેટ તેની સુંદરતાને ઢાંકી રહ્યું છે. 

તમે પણ જૂઓ વીડિયો કે શાહરૂખે કેવી જીદ કરી હતી...

A post shared by insta bollywood.fc (@instabollywood.fc) on

કેટરિનાનું જેકેટ ઉતારી લીધા બાદ શાહરૂખે પોતે પહેરી લીધું અને સ્ટેજની આગળ આવી જઈને કંઈક આવો પોઝ આપ્યો હતો. 

shahrukh khan

(તમામ ફોટો સાભારઃ યોગેન શાહ)

ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાહરૂખ ખાનનો 53મો જન્મદિવસ હતો અને આ પ્રસંગે ફિલ્મ નિર્માતાઓએ તેની આગામી ફિલ્મ 'ZERO'નું ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું. 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલા શાહરૂખની આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news