કેટરિના કૈફ જ્યારે હતી સ્ટાર ત્યારે વિકી કૌશલ કરતો હતો આ કામ, જુઓ વીડિયો

વિક્કી કૌશલનો એક જૂનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક થિયેટરમાં છે. આ તેની ફિલ્મ મસાન પહેલાનો વીડિયો છે. જ્યારે કેટરીના તે સમયે સ્ટાર બની ગઈ હતી.

કેટરિના કૈફ જ્યારે હતી સ્ટાર ત્યારે વિકી કૌશલ કરતો હતો આ કામ, જુઓ વીડિયો

Vicky Kaushal Throwback Video: તાજેતરમાં કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન થયા છે. કેટરિના કૈફ વિકી કૌશલના ઘણા સમય પહેલા સ્ટાર બની ગઈ હતી, ત્યારે વિકી કૌશલ માત્ર એક્ટિંગ શીખતો હતો. અભિનેત્રી શિરીને તેનો એક જૂનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શિરીને સિરિયલ 'યે હૈ મોહબ્બતેં'માં સિમ્મીનો રોલ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક યુઝરના જવાબમાં આ વીડિયો શેર કર્યો છે. જેમાં વિકી ખૂબ જ પાતળો દેખાઈ રહ્યો છે અને તે ઓળખાયો પણ નથી. આ વીડિયો કોઈ થિયેટર પ્લે જેવો લાગે છે.

આ વીડિયો શેર કરતી વખતે શિરીને વિકીની માફી પણ માંગી છે, કારણ કે આ વીડિયો ઘણો ફની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news