Ahmedabad: મણિનગર પોલીસે કરી હાઈટેક ચોરની ધરપકડ, દિલ્હીથી પ્લેનમાં ચોરી કરવા આવતા હતા અમદાવાદ

મણિનગર પોલીસને મોટી સફળતા મળી છે. પ્લેનથી અમદાવાદ આવીને ચોરી કરતી ગેંગ ઝડપાય છે. પોલીતે મુદ્દામાલ સાથે આ ચોરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ચોરનું નામ ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ છે.

Ahmedabad: મણિનગર પોલીસે કરી હાઈટેક ચોરની ધરપકડ, દિલ્હીથી પ્લેનમાં ચોરી કરવા આવતા હતા અમદાવાદ

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના મણિનગર પોલીસે બે એવા ચોરની ધરપકડ કરી છે, જે ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા પ્લેનમાં આવતા હતા. અમદાવાદમાં 5 સ્ટાર હોટેલમાં રોકાયને  ચોરીને અંજામ આપ્યા બાદ આ ચોર ટોળકી મુદ્દામાલ લઈને ટ્રેન કે કેબ સર્વિસનો ઉપયોગ કરી ફરાર થઇ જતી હતી. હાલ તો પોલીસે આ ગેંગની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 

હાઈટેક ચોર ઝડપાયા
મણિનગર પોલીસને મોટી સફળતા મળી છે. પ્લેનથી અમદાવાદ આવીને ચોરી કરતી ગેંગ ઝડપાય છે. પોલીતે મુદ્દામાલ સાથે આ ચોરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ચોરનું નામ ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ છે. બંને ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી છે. આ ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા માટે બાય પ્લેન અમદાવાદમાં આવે અને ત્યાર બાદ અમદાવાદની હાઈફાઈ હોટલમાં રોકાતા હતા. ત્યાર બાદ અમદાવાદના સારા સારા વિસ્તારમાં દિવસે બંધ ઘરમાં ચોરી કરવા માટે રેકી કરવા માટે નીકળી પડતા હતા. 

ત્યારે જ ગત મંગળવારે આ બંને બંને ચોર મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવા માટે ફરી રહ્યા હતા ત્યારે જ મણિનગર પોલીસ સ્ટેશનના એક ડી સ્ટાફના કોન્સ્ટેબલ મણિનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે જ અચાનક આ બંને પર નજર જતા પોલીસ કોન્સ્ટેબલ બંને ચોરને ઓળખી ગયા હતા. કેમ કે આ બંને ચોરોએ ગત જૂન માસમાં જ મણિનગરના ચાણક્ય ફલેટમાં અઢી લાખની મત્તાની ચોરી કરી હતી. જેની સીસીટીવી ફૂટેજમાં આ બંને ચોર દેખાયા હતા અને પોલીસ કોન્સ્ટેબલે બંનેની અટકાયત કરી વધુ તપાસ શરુ કરી હતી. 

બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2018માં ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ અને સહીત ના રિઝવાન અને શાહનવાઝ નામના ચોરોએ 35 લાખની મત્તાની ચોરી કરી હતી. જે તે સમયે પણ મણિનગર પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા, ત્યારે વધુ એક ચોરી ગત જૂન માસમાં આ ગેંગના બે સાગરીત ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણે અઢી લાખની મત્તાની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. 

હાલ તો મણિનગર પોલીસ સ્ટેશનના ચપળ કોન્સ્ટેબલના કારણે એક મોટી ચોરી થતા પહેલા જ અટકી ગઈ છે. ત્યારે આ ચોરની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે પોતાની ઊંચી લાઈફસ્ટાઈલના કારણે ચોરીના રવાડે ચડ્યા છે.  તો જોવું એ રહ્યું કે પોલીસના રિમાન્ડ દરમિયાનની કામગીરીમાં અન્ય કેટલા ચોરીના ગુનાની કબૂલાત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news