બિહાર વરસાદ: અમિતાભે લંબાવ્યો મદદનો હાથ, CM રિલીફ ફંડમાં આપ્યા 51 લાખ

બિહારના પૂરના ત્રાસ બાદ પીડિતોની મદદ માટે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન પણ સામે આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ રૂપિયા આપ્યા છે

બિહાર વરસાદ: અમિતાભે લંબાવ્યો મદદનો હાથ, CM રિલીફ ફંડમાં આપ્યા 51 લાખ

નવી દિલ્હી/પટના: બિહારના પૂરના ત્રાસ બાદ પીડિતોની મદદ માટે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન પણ સામે આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ રૂપિયા આપ્યા છે. તેમના પ્રતિનિધિ વિજયનાથ મિશ્રના માધ્યમથી તેમને બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને ચેક આપ્યો છે.

આ સાથે જ સીનિયર બચ્ચને બિહારના સીએમ નીતિશ કુમારના નામે એક પત્ર પણ લખ્યો છે. જેને તેમના પ્રતિનિધિએ સુશીલ મોદીને આપ્યો છે.

અમિતાભ બચ્ચને આ ચિઠ્ઠી બિહારના સીએમ નીતિશ કુમારના નામ પર લખ્યો છે. આ પત્રમાં બચ્ચને લખ્યું છે કે બિહારમાં આવેલી પ્રાકૃતિક આફતના કારણે હું ઘણો દુ:ખી છું. જમનું પણ જીવન આ આફતથી પ્રભાવિત થયું છે તેમના પ્રતિ મારી સંવેદના પ્રકટ કરું છું. સીનિયર બચ્ચને બિહારમાં માનવ જીવન યોગ્ય રીતે પુનર્સ્થાપિત થઇ શકે તે માટે 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત કોષમાં આપ્યો છે.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદના કારણે પાણી પાણી થઇ ગયું હતું. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. પટનાની રાજેન્દ્ર નગર અને કંકડબાગ કોલોની સૌથી વધારે પ્રભાવીત હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news