Varun Dhawan અને Jhanvi Kapoor ની ફિલ્મ Bawal પહેલી ભારતીય ફિલ્મ જેનું પ્રીમિયર થશે એફિલ ટાવર પર

Bawal Film : આ ફિલ્મ વધુ એક બાબતને લઈને ખાસ છે. કારણ કે આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારીની છિછોરે પછીની બીજી ફિલ્મ છે. આ બંનેની ફિલ્મ છિછોરેએ નેશનલ એવોર્ડ જીત્યો હતો. ચર્ચા છે કે આ ફિલ્મ નિતેશ તિવારીની અન્ય ફિલ્મ કરતાં અલગ છે. 

Varun Dhawan અને  Jhanvi Kapoor ની ફિલ્મ Bawal પહેલી ભારતીય ફિલ્મ જેનું પ્રીમિયર થશે એફિલ ટાવર પર

Bawal Film : બોલીવુડ એક્ટર વરુણ ધવન અને જાનવી કપૂર પહેલીવાર એકસાથે નિતેશ તિવારીની ફિલ્મ બવાલમાં જોવા મળશે. બંનેના ચાહકોમાં ફિલ્મને લઈ ઉત્સાહ છે ત્યારે આ ફિલ્મની રિલીઝને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. બવાલ ફિલ્મ જુલાઈના અંતમાં રિલીઝ થવાની તૈયારી છે. બવાલ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. સાથે જ આ ફિલ્મ ભારતની પહેલી ફિલ્મ હશે જેનું પ્રીમિયર એફિલ ટાવર પર ભવ્ય રીતે થવાનું છે.

આ પણ વાંચો:

બવાલ ફિલ્મ વૈશ્વિક સ્તરે રિલીઝ થવા માટે તૈયાર છે. બવાલ ફિલ્મની ટીમ પણ એફિલ ટાવરમાં પ્રીમિયરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે આ ફિલ્મ એફિલ ટાવર ખાતે પ્રીમિયર થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હશે. આ સાથે જ બવાલ ફિલ્મ ભારતમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. આ વાત ભારતીય ફિલ્મજગત માટે ખૂબ જ ગર્વની વાત છે.  

આ ફિલ્મ વધુ એક બાબતને લઈને ખાસ છે. કારણ કે આ ફિલ્મમાં સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારીની છિછોરે પછીની બીજી ફિલ્મ છે. આ બંનેની ફિલ્મ છિછોરેએ નેશનલ એવોર્ડ જીત્યો હતો. ચર્ચા છે કે આ ફિલ્મ નિતેશ તિવારીની અન્ય ફિલ્મ કરતાં અલગ છે. 

વરુણ ધવન અને જાનવી કપૂરની ફિલ્મ બવાલ એમેઝોન પ્રાઇમ વીડિયો પર અંદાજે 200 દેશોમાં જુલાઈ મહિનામાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની આટલી ખાસિયતો જાણ્યા બાદ દર્શકો ફિલ્મને લઈને આતુર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news