Watch Video: ડાન્સ કરતા કરતા આ શું થયું ઉર્વશી રૌતેલાને? કેમેરા સામે ટોપ કાઢીને ફેંકી દીધુ

Urvashi Rautela Dance Video:  બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ચર્ચામાં રહેવાની કોઈ તક છોડતી નથી. પોતાની બોલ્ડ અદાઓથી તે ઈન્ટરનેટ હચમચાવી નાખે છે. ઉર્વશી ખુબસુરત હોવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે. એકવાર તો તેને ડાન્સ કરતા કરતા એવો જોશ ચડી ગયો કે તેણે કેમેરાની સામે જ ટોપ ઉતારી દીધુ. 

Watch Video: ડાન્સ કરતા કરતા આ શું થયું ઉર્વશી રૌતેલાને? કેમેરા સામે ટોપ કાઢીને ફેંકી દીધુ

Urvashi Rautela Dance Video: બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ચર્ચામાં રહેવાની કોઈ તક છોડતી નથી. પોતાની બોલ્ડ અદાઓથી તે ઈન્ટરનેટ હચમચાવી નાખે છે. તે એકદમ પરફેક્ટ ફિગર ધરાવે છે અને એ વાતના પુરાવા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ જોવા મળે છે. ઉર્વશી ખુબસુરત હોવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે. એકવાર તો તેને ડાન્સ કરતા કરતા એવો જોશ ચડી ગયો કે તેણે કેમેરાની સામે જ ટોપ ઉતારી દીધુ. જો કે અભિનેત્રીનો આ વીડિયો જૂનો છે. પરંતુ આ વીડિયોમાં તેનું જૂનુન સ્પષ્ટ જોવા મળે છે. 

ઉર્વશીનો વીડિયો
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની લાઈફ અને કામ સંબંધિત અપડેટ્સ ફેન્સને આપતી રહે છે. જો ભિનેત્રીને સોશિયલ મીડિયા ક્વિન કહીએ તો જરાય ખોટું નહીં હોય. પરંતુ ક્યારેક ક્યારેક તે એવા પણ વીડિયો શેર કરે છે જેના કારણે તેણે ટ્રોલિંગનો ભોગ બનવું પડે છે. ઉર્વશીએ થોડા વર્ષ પહેલા એક વીડિયો શેર કર્યો હતો. જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે. 

ટોપ ઉતારી ફેંક્યું
આ વીડિયો ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં તે ગજબનો ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતા કરતા ઉર્વશી પોતાનું ટોપ ઉતારી ફેંકે છે. આ વીડિયોમાં અભિનેત્રી પોતાના સુપરહિટ સોંગ બિજલી કી તાર (Bijli Ki Taar) પર ડાન્સ કરી રહી છે. આ ગીત નેહા કક્કરના ભાઈ ટોની કક્કરે ગાયું હતું અને આ ગીત ઉર્વશી પર  ફિલ્માવવામાં આવ્યું હતું. 

વેબ સિરીઝ આવવાની છે
અત્રે જણાવવાનું કે પોતાની સેક્સી અદાઓ અને કિલર લૂક્સના કારણે ચાહકોના હ્રદય પર રાજ કરનારી ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી તે વેબ સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશમાં જોવા મળશે. આ સિરીઝમાં ઉર્વશી રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. આ ઉપરાંત ઉર્વશી પાસે આવનારા સમયમાં અનેક મોટી ફિલ્મો પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news