UAE માં સૌપ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, ભારતીયોનું સપનું થયું પૂરું, જુઓ Photos

Hindu Temple Dubai: સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં એક નવું મંદિર બનીને તૈયાર થયું છે. મંગળવારે આ મંદિરનું ઔપચારિક રીતે ઉદ્ધાટન થયું. દશેરાના અવસરે હવે મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ રીતે ખુલી ગયું છે. UAE માં રહેતા ભારતીયો લાંબા સમયથી તેની માંગણી કરી રહ્યા હતા. 

UAE માં સૌપ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, ભારતીયોનું સપનું થયું પૂરું, જુઓ Photos

દુબઈ: ઈસ્લામિક દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા ભારતીયોનું દાયકાઓ જૂનું સપનું ત્યારે પૂરું થઈ ગયું જ્યારે દેશમાં અધિકૃત રીતે એક ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.  UAE માં વિભિન્ન ધર્મના લોકોને એક સાથે લાવતા આ સહિષ્ણુતા, શાંતિ અને સદભાવની એક શક્તિશાળી નિશાની છે. આ મંદિર અમીરાતના જેબલ અલીમાં કોરિડોર ઓફ ટોલરન્સમાં આવેલું છે. ઔપચારિક રીતે મંદિરને 4 ઓક્ટોબરના રોજ ખુલ્લું મૂક્યું. કોરિડોર ઓફ ટોરલન્સમાં 9 ધાર્મિક સ્થળ છે. જેમાં સાત ચર્ચ, એક મંદિર અને એક ગુરુદ્વારા સામેલ છે. 

— India in UAE (@IndembAbuDhabi) October 4, 2022

દશેરાના એક દિવસ પહેલા મિનિસ્ટર ઓફ ટોલરેન્સ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાને પોતે ભવ્ય મંદિરનું દીપ પ્રગટાવીને ઉદ્ધાટન કર્યું. મુખ્ય પ્રાર્થના કક્ષમાં રિબિન કાપીને તેના આયોજનની શરૂઆત કરવામાં આવી. આજ બુધવારથી મંદિરના દરવાજા પ્રાર્થના માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. મંદિરના ઉદ્ધાટન સમયે ત્યાં 200થી વધુ ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા હતા. જેમાં ભારતના રાજદૂત સંજય સુધીર, દુબઈ હિન્દુ મંદિરના ટ્રસ્ટી રાજૂ શ્રોફ અને સોશિયલ રેગ્યુલેટરી એન્ડ લાઈસન્સિંગ એજન્સી ફોર કમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ)ના સીઈઓ ડો. ઉમર અલ મુથન્ના પણ સામેલ છે. 

આ વસરે ભારતીય રાજદૂત સંજય સુધીરે કહ્યું કે આજે દુબઈમાં એક નવા હિન્દુ મંદિરનું ઉદ્ધાટન થઈ રહ્યું છે. જે ભારતીય સમુદાય માટે સ્વાગત કરનારી ખબર છે. આ મંદિરનું ઉદ્ધાટન UAE માં રહેતા હિન્દુ સમુદાયની ધાર્મિક આકાંક્ષાઓને પૂરી કરે છે. નવા મંદિરની સાથે જ એક ગુરુદ્વારા પણ જોડાયેલું છે, જેને 2012માં ખોલવામાં આવ્યું હતું. 

— Tajinder Singh Sran (@TajinderSTS) October 5, 2022

મંદિરમાં 16 મૂર્તિઓ
ગલ્ફ ન્યૂઝના જણાવ્યાં મુજબ મંદિરના દરવાજા આજથી અધિકૃત રીતે ખોલી નાખવામાં આવ્યા. તમામ ધર્મના લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરી શકે છે. તેમણે કહ્યું કે મંદિરમાં 16 દેવી દેવતાઓની મૂર્તિઓ છે. તેમાં જ્ઞાન કક્ષ છે અને અન્ય ધાર્મિક ગતિવિધિઓ માટે સામુદાયિક કેન્દ્ર છે. અત્રે જણાવવાનું કે મંદિર 70 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. 

જુઓ Video

આ મંદિરમાં એન્ટ્રી કરવા માટે સૌથી પહેલા રજિસ્ટ્રેશનની જરૂર પડે છે. ભક્ત મંદિર પહોંચતા પહેલા ઓનલાઈન જ આ કામ કરી શકે છે. સપ્ટેમ્બરમાં લગભગ 2 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરીને એન્ટ્રી કરી હતી. મંદિરના અધિકારીઓના જણાવ્યાં મુજબ આ વર્ષના અંત સુધીમાં અહીં એક વિશાળ કમ્યુનિટી હોલ પણ બનશે. જ્યાં હિન્દુ સમારોહ જેમ કે વિવાહ, નામકરણ, અને યજ્ઞોપવિત સંસ્કાર થઈ શકશે. મંદિરની પાસે જ એક મોટું રસોડું પણ છે જ્યાં ખાવા પીવાના વિકલ્પ રહેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news