રિલીઝ થયું Urvashi Rautelaનું નવું સોન્ગ 'કંગના વિલાયતી', ફેન્સને પસંદ આવ્યો VIDEO

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નું નવું સોન્ગ 'કંગના વિલાયતી' (Kangna Vilayati) લોકડાઉન વચ્ચે રિલીઝ થયું છે. આ જબરદસ્ત સોન્ગ રિલીઝ થતાની સાથે જુ યૂટ્યૂબથી લઈને સોશિયલ મીડિયા પર ધમૂ મચાવી રહ્યું છે. આ સોન્ગના વીડિયોમાં ઉર્વશી રોતેલા (Urvashi Rautela) ફરી એકવાર તેના શાનદાર લુક્સથી સૌકોઈને પોતના દીવાના બનાવી રહી છે. આ સોન્ગ શુક્રવારે રીલિઝ થયું પરંતુ ઉર્વશી રૌતેલાએ થોડીવાર પહેલા જ 'કંગના વિલાયતી' સોન્ગને લઇને ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે. હવે આ સોન્ગને જોવા માટે ઉર્વશીના ફેન્સની હોડ લાગી છે.

રિલીઝ થયું Urvashi Rautelaનું નવું સોન્ગ 'કંગના વિલાયતી', ફેન્સને પસંદ આવ્યો VIDEO

નવી દિલ્હી: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નું નવું સોન્ગ 'કંગના વિલાયતી' (Kangna Vilayati) લોકડાઉન વચ્ચે રિલીઝ થયું છે. આ જબરદસ્ત સોન્ગ રિલીઝ થતાની સાથે જુ યૂટ્યૂબથી લઈને સોશિયલ મીડિયા પર ધમૂ મચાવી રહ્યું છે. આ સોન્ગના વીડિયોમાં ઉર્વશી રોતેલા (Urvashi Rautela) ફરી એકવાર તેના શાનદાર લુક્સથી સૌકોઈને પોતના દીવાના બનાવી રહી છે. આ સોન્ગ શુક્રવારે રીલિઝ થયું પરંતુ ઉર્વશી રૌતેલાએ થોડીવાર પહેલા જ 'કંગના વિલાયતી' સોન્ગને લઇને ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે. હવે આ સોન્ગને જોવા માટે ઉર્વશીના ફેન્સની હોડ લાગી છે.

ઉર્વશીના ફેન્સ કોમેન્ટ બોક્સમાં આ સોન્ગની સાથે તેની અને ડાન્સની ખુબ જ પ્રશંસા કરી રહ્યાં છે. ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નું સોન્ગ 'કંગના વિલાયતી' (Kangna Vilayati)માં મ્યૂઝિક ડાયરેક્ટર રામજી ગુલાટીએ સંગીત આપ્યું છે. આ સોન્ગને જ્યોતિકા ટંગરીએ પોતનો અવાજ આપ્યો છે. આ સાથે જ કુમાર અરેંજરે તેના શબ્દો લખ્યા છે. જુઓ આ સોન્ગ...

તમને જણાવી દઇએ કે, ઉર્વશી રૌતેલા ફિલ્મોથી વધારે તેના હોટ લુક્સ માટે ચર્ચામાં રહે છે. તેના મ્યુઝિક સિંગલ્સ લોકોને ઘણું પસંદ આવે છે. ઉર્વશી રૌતેલા તે બોલીવુડ એક્ટ્રેસમાંથી છે, જે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના 25 મીલિયન ફોલોવર્સ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news