Virat Kholi ની જેમ 'બ્લેક વોટર' પીવે છે ઉર્વશી રૌતેલા, કિંમત જાણશો તો પરસેવો છૂટશે

હાલમાં જ ઉર્વશી એરપોર્ટ પર જોવા મળી. જ્યાં તેના હાથમાં એક બ્લેક વોટરની બોટલ દેખાઈ. રિપોર્ટ્સ મુજબ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી પણ આ જ પાણી પીવે છે. 

Virat Kholi ની જેમ 'બ્લેક વોટર' પીવે છે ઉર્વશી રૌતેલા, કિંમત જાણશો તો પરસેવો છૂટશે

મુંબઈ: બોલીવુડની દુનિયામાં પોતાના હોટ અવતારથી બધાને મદહોશ કરનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા છાશવારે સોશિયલ મીડિયામાં તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. અત્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ ઈન્સ્પેક્ટર અવિનાશના શુટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ ઉર્વશી (Urvashi Rautela)  એરપોર્ટ પર જોવા મળી. જ્યાં તેના હાથમાં એક બ્લેક વોટરની બોટલ દેખાઈ. રિપોર્ટ્સ મુજબ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) પણ આ જ પાણી પીવે છે. 

એ જ પાણી જેને Fulvic Trace થી ઈન્ફ્યૂઝ કરવામાં આવે છે. એટલે કે આ પાણી શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. બ્લેક વોટરમાં પીએચ વેલ્યુ ખુબ વધારે હોય છે. 

જ્યારથી કોવિડ-19 મહામારી આપણા દેશમાં ફેલાઈ છે ત્યારથી અનેક સેલેબ્સે આ પાણી પીવાનું શરૂ કર્યું છે. શું તમે જાણો છો આ પાણીની કિંમત કેટલી છે? આ પાણીની કિંમત લગભગ 3થી 4 હજાર રૂપિયા પ્રતિ લીટર છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Elfaworld (@elfaworld)

અત્રે જણાવવાનું કે ઉર્વશી રૌતેલાની કરિયરની શરૂઆત એક્શન રોમાન્સ બેઝ્ડ ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટથી થઈ હતી. તેણે માત્ર 17 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4, અને પાગલપંતી જેવી ફિલ્મોમાં ઉર્વશી જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news