Urfi Javed એ બ્રા પહેરીને આપ્યા બોલ્ડ પોઝ, કહ્યું કેમ આવતા હતા આત્મહત્યાના વિચાર
ઉર્ફી જાવેદે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ત્રણ ફોટા શેર કર્યા છે. જેમાં તે બ્રા અને જીન્સ પહેરીને ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. પોતાના ફેન્સની આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં એક લાંબી નોટ પણ લખી છે. જેમાં તેણે પોતાના જીવનના સંઘર્ષની વાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) ની કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ આ વર્ષે 2021માં એક એવી સેલિબ્રિટી તરીકે ઉભરી આવી છે જેણે પોતાની બોલ્ડનેસને કારણે ખૂબ ચર્ચામાં રહી છે. પરંતુ હવે આ વર્ષના અંત પહેલા તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક બોલ્ડ તસવીરો સાથે કંઈક એવું લખ્યું છે કે તેના ફેન્સ ચોંકી ગયા છે. તેણે લખ્યું છે કે એક સમયે તેના મગજમાં આત્મહત્યાના વિચારો આવતા હતા. તેણે આ પોસ્ટમાં પોતાના સમગ્ર સંઘર્ષની વાત કરી છે.
એટલી વાર હારી કે ગણતરી પણ નથી
ઉર્ફી જાવેદે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ત્રણ ફોટા શેર કર્યા છે. જેમાં તે બ્રા અને જીન્સ પહેરીને ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. પોતાના ફેન્સની આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં એક લાંબી નોટ પણ લખી છે. જેમાં તેણે પોતાના જીવનના સંઘર્ષની વાત કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'તમે જાણો છો કે હું કેટલી વાર હારી ગઈ છું? હું હવે ગણતી પણ નથી.
આત્મહત્યાનો આવ્યો હતો વિચાર
ઉર્ફીએ કેપ્શનમાં આગળ લખ્યું, 'જીવનમાં ઘણીવાર મને લાગતું હતું કે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે કે હું મારી જિંદગીનો અંત કરી દઉ. મારા જીવનમાં ખૂબ જ ખરાબ સમય આવ્યો હતો. ખતમ કારકિર્દી, ખરાબ સંબંધો અને પૈસા ન હોવાથી મને એવું લાગતું હતું કે મને જીવવાનો કોઈ અધિકાર નથી. મારી પાસે હજી પણ વધારે પૈસા નથી, મારી પાસે એક સારું કેરિયર નથી, અને હું સિંગલ છું, પરંતુ આશા છે.
આ કારણથી જીવિત છું
ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, 'હું ફક્ત એક જ કારણથી જીવિત છું (વિશ્વાસ કરજો જીવનમાં ઘણી પરિસ્થિતિઓ આવી છે, જેણે મને મારી નાખી હતી), કે હું રોકાઇ નહીં. હું હજુ પણ ચાલી રહી છું અને ચાલતી રહીશ. હું જ્યાં ઇચ્છું છું ત્યાં કદાચ ન પહોંચી શકું પણ હું ચોક્કસપણે તેના માર્ગ પર છું. કેટલીક વાતો વર્ષના અંત પહેલા ...ઉઠો, લડો અને આગળ વધો. તમે તમારા હાલાત કરતાં વધુ મજબૂત છો.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે