Tumbbad 2: ફરી એકવાર જોવા મળશે હસ્તરનો આતંક, તુમ્બાડ 2 ફિલ્મનું મેકર્સે કર્યું અનાઉન્સમેન્ટ

Tumbbad 2: ફિલ્મને મળી રહેલી સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની સિક્વલની ઘોષણા પણ કરી દીધી છે. ફિલ્મ તુમ્બાડ ની સિક્વલને લઈને એક્ટર અને નિર્માતા સોહમ શાહે સોશિયલ મીડિયા પર એક ટીઝર શેર કર્યું છે. આ ટીઝરને કેપ્શન આપવામાં આવ્યું છે પ્રલય આવશે....

Tumbbad 2: ફરી એકવાર જોવા મળશે હસ્તરનો આતંક, તુમ્બાડ 2 ફિલ્મનું મેકર્સે કર્યું અનાઉન્સમેન્ટ

Tumbbad 2: વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ તુમ્બાડ એક હોરર ફેન્ટસી ફિલ્મ છે. આ ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં બની હતી. આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ જ્યારે પહેલી વખત રિલીઝ થઈ હતી ત્યારે ફ્લોપ સાબિત થઈ હતી અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 17.25 કરોડ હતું. પરંતુ આ ફિલ્મ જ્યારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ત્યારે લોકોએ તેને ખૂબ જ પસંદ કરી. જેના કારણે હવે ફિલ્મને ફરીથી રિલીઝ કરવામાં આવી છે. તુમ્બાડ ફિલ્મને રી રીલીઝ કરવાની સાથે જ મેકર્સે એક જબરદસ્ત ન્યુઝ પણ શેર કર્યા છે. આ ફિલ્મનો બીજો પાર્ટ પણ લોકોને જોવા મળશે. 

તુમ્બાડ ફિલ્મના 6 વર્ષ પછી જ્યારે તેને રી રીલીઝ કરવામાં આવી ત્યાર પછી આ ફિલ્મની સિક્વલ બનશે તે વાતનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સોહમ શાહ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે તેણે આ ફિલ્મમાં વિનાયક રાવનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ જ્યારે બીજી વખત રિલીઝ કરવામાં આવી ત્યારે એક દિવસમાં જ ફિલ્મે 65 લાખનું કલેક્શન કરી લીધું. બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને  બીજા દિવસની કમાણી 1. 65 કરોડ રૂપિયા થઈ હતી. આ ફિલ્મનું ત્રીજા દિવસનો કલેક્શન 1.45 કરોડ રૂપિયા હતું 

ફિલ્મને મળી રહેલી સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની સિક્વલની ઘોષણા પણ કરી દીધી છે. ફિલ્મ તુમ્બાડ ની સિક્વલને લઈને એક્ટર અને નિર્માતા સોહમ શાહે સોશિયલ મીડિયા પર એક ટીઝર શેર કર્યું છે. આ ટીઝરને કેપ્શન આપવામાં આવ્યું છે પ્રલય આવશે. જોકે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની ડેટ જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે.

તુમ્બાડ ફિલ્મની સિક્વલના ટીઝરની શરૂઆત ફિલ્મના છેલ્લા સીનથી થઈ રહી છે. જેમાં પાંડુરંગ રડતો દેખાય છે અને બેગ્રાઉન્ડમાં વિનાયક રાવનો અવાજ આવે છે. પાંડુરંગ તેના પિતાને પૂછે છે કે શું હસ્તર પાછો આવશે? તેના જવાબમાં વિનાયક રાવ કહે છે પ્રલય આવશે... સાથે જ ફિલ્મનું એનાઉન્સમેન્ટ થાય છે. 

— Sohum Shah (@s0humshah) September 14, 2024

મહત્વનું છે કે 2018માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દર્શકો તરફથી તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ વેનિસ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં આ ફિલ્મની સરાહના કરવામાં આવી હતી ત્યાર પછી લોકોનું ધ્યાન આ ફિલ્મો પર વધારે પડ્યું. ફિલ્મના અલગ અને ખાસ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ફિલ્મને રી રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને હાલ જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતા સોહમ શાહ, આનંદ એલ રાય, મુકેશ શાહ અને અમિતા શાહ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સોહમ શાહ, જ્યોતિ માલ્શે, અનિતા દાતે, કેલકર મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news