ગુજરાત નજીકના આ ગામમાં દર વર્ષે પતિ બદલે છે મહિલાઓ! મોર્ડન રિવાજોનું બાપ છે આ ગામ
જો તમને એમ કહેવામાં આવે કે તમે માત્ર એક વર્ષ માટે કોઈ યુવતી સાથે લગ્ન કરશો તો તમે શું કહેશો? એક ગામડું એવું છે જ્યાં એક વર્ષ પછી પતિને સામેથી જ તગેડી મુકે છે પત્નીઓ. નિયમો જાણીને હચમચી જશો...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકો આજે મોર્ડન કલ્ચર, ફોરેન કલ્ચર, લિવ ઈન રિલેશનશિપ, મી ટાઈમ અને ખુલ્લા ખયાલોની વાતો કરે છે. પણ શું તમે જાણો છો કે, એક ગામડું એવું છે જે આ બધા કરતા 10 કદમ આગળ છે. એટલું જ નહીં એ ગામડાંમાં એવા એવા નિયમો છેકે, જેને જાણીને તમે પણ હચમચી જશો. જાણો ગુજરાતથી કેટલું નજીક છે આ ગામડું....
ભારતના આ ગામમાં દર વર્ષે પતિ બદલે છે મહિલાઓઃ
જાણીને નવાઈ લાગશે પણ આ ગામ આપણાં ગુજરાતથી બિલકુલ નજીક છે. એમ કહીએ કે ગુજરાતને બિલકુલ અડીને આવેલું છે આ ગામ તો પણ ચાલે. જીહાં, આ ગામ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલું છે. જ્યાં દર વર્ષે પતિઓને બદલી શકે છે પત્ની. આ ગામમાં દર વર્ષે જુના પતિને બદલીને નવા પુરુષ જોડે લગ્ન કરી લેછે મહિલાઓ. અહીં આજકાલનો નહીં વર્ષોથી સદીઓથી ચાલતો આવ્યો છે આ રિવાજ.
છોકરી જેના પર આંગળી મુકે તે પતિ, બીજા વર્ષે નવો પાર્ટનરઃ
ઘણાં ને એવું લાગતું હશે કે ગામડાંના લોકો તો અભણ હોય છે. એમને હાઈફાઈ કલ્ચનું કોઈ જ્ઞાન નથી હોતું. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો એ તમારી ભૂલ છે. કારણકે, આ ગામમાં તમારી કલ્પના બહારના મોર્ડન રિવાજો વર્ષોથી ચાલતા આવે છે. વાત થઈ રહી છે રાજસ્થાનના સિરોહી ગામની.
અહીં વાત થઈ રહી છે રાજસ્થાનના એક ગામની. શું આપ જાણો છો કે રાજસ્થાનનું એક ગામ છે, જ્યાંના લોકો કેટલીય સદીઓથી લિવ ઇનમાં રહેતા આવે છે, જી હાં, અમે વાત કરી રહ્યા છીએ ગરાસિયા જનજાતિની. ગરાસિયા જનજાતિના લોકો કેટલાય વર્ષો પહેલાથી લિવ ઇનમાં રહેવાને પ્રાથમિકતા આપે છે. આ લોકો લગ્ન ફક્ત એક જ કન્ડિશનમાં કરે છે. જ્યારે મહિલાને એક બાળક થઈ જાય છે. આ અગાઉ તો મહિલા ઈચ્છે તો પોતાના લિવ ઇન પાર્ટનરને બદલી શકે છે. આ ઉપરાંત જનજાતિમાં મહિલાઓનો હોદ્દો પુરુષો કરતા ખૂબ જ ઊંચો હોય છે. મહિલાને કોની સાથે રહેવું છે અને કોની સાથે નહીં, તેનો નિર્ણય ખુદ જાતે મહિલા કરે છે.
ગરાસિયા જનજાતિના લોકોની વચ્ચે વાર્ષિક ગૌર મેળાનું આયોજન થાય છે. તેમાં જેને જે સાથી પસંદ આવે છે, તે તેની સાથે જતી રહી છે. ત્યાર બાદ છોકરો છોકરી પાછા આવે છે, ત્યારે છોકરાનો પરિવાર છોકરીના પરિવારને થોડા પૈસા આપે છે. દર વર્ષે યોજાતા આ મેળામાં છોકરી પોતાના પાર્ટનરને બદલી શકે છે. મહિલા પુરુષ સાથે ત્યારે જ લગ્ન કરે છે, જ્યારે તેમનાથી બાળક થઈ જાય તો જ લગ્ન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે