ફ્રેન્ડશીપ ડેના દિવસે રિલીઝ થયું 'છિછોરે'નું Trailer, વીડિયો જોઈને થઈ જશો ખુશખુશાલ 

બોલિવૂડની આગામી ફિલ્મ 'છિછોરે'નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે રિલીઝ થયેલું આ ટ્રેલર જોઈને તમને તમારા કોલેજના દિવસો યાદ આવી જશે. 

ફ્રેન્ડશીપ ડેના દિવસે રિલીઝ થયું 'છિછોરે'નું Trailer, વીડિયો જોઈને થઈ જશો ખુશખુશાલ 

નવી દિલ્હી : બોલિવૂડની આગામી ફિલ્મ 'છિછોરે'નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે રિલીઝ થયેલું આ ટ્રેલર જોઈને તમને તમારા કોલેજના દિવસો યાદ આવી જશે. આ ફિલ્મને દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે અને એને 6 સપ્ટેમ્બર, 2019ના દિવસે રિલીઝ કરવામાં આશે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભુમિકામાં જોવા મળશે. 

પહેલાં આ ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જોકે, આ જ દિવસે ‘સાહો’ રિલીઝ થવાની છે. શ્રદ્ધા કપૂર આ બંને ફિલ્મ્સમાં લીડ રોલમાં છે અને તેથી જ ‘છિછોરે’ની રિલીઝ ડેટ ચેન્જ કરીને હવે તેને છ સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શ્રદ્ધા-સુશાંત ઉપરાંત વરુણ શર્મા, તાહિર રાજ ભસીન તથા પ્રતિક બબ્બર છે. છ સપ્ટેમ્બરે જ ‘સેટેલાઈટ શંકર’ તથા ‘કમાન્ડો 3’ રિલીઝ થવાની છે.

નોંધનીય છે કે 2016માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ બાદ ડિરેક્ટર નિતેશ તિવારી ફરી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે નિતેશ તિવારી સુશાંતસિંહ રાજપૂર અને શ્રદ્ધા કપૂર સાથે છિછોરે લઈને આવી રહ્યા છે. હાલમાં દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મનું ટ્રેલર ખાસ આમિર ખાનને બતાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દંગલ સમયથી જ આમિર ખાન અને નિતેશ તિવારીના સંબંધો ગાઢ બન્યા છે. નિતેશ તિવારી આમિર ખાનને પોતાના ગુરુ માને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news