રિલીઝની સાથે ઈન્ટરનેટ પર છવાઇ ગયું ટોટલ ધમાલનું પ્રથમ ગીત, જુઓ VIDEO

મ્યૂઝિક, મસ્તી અને ટોટલ ધમાલનું શાનદાર છે આ ગી પૈસા યે પૈસા.. 

રિલીઝની સાથે ઈન્ટરનેટ પર છવાઇ ગયું ટોટલ ધમાલનું પ્રથમ ગીત, જુઓ VIDEO

નવી દિલ્હીઃ અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે મળીને ટોટલ ધમલા કરવાનું નક્કી કર્યું તો તેને કોન રોકી શકે છે. પહેલા ફિલ્મના ટ્રેલરે આવતાની સાથએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી તો હવે ફિલ્મનું ગિત 'પૈસા યે પૈસા' રિલીઝની સાથે જ ટોટલ ધમાલ કરી રહ્યું છે. 

ધમાલ સિરીઝનો ત્રીજો ભાગ ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરી 2019ના રિલીઝ થશે. પરંતુ તેનું ગીત પહેલા તમારી મોઢે અને દિલ પર કબજો કરવા માટે સામે આવી ગયું છે. આ ગીતના શબ્દો છે પૈસા યે પૈસા. આ ગીતનું મ્યૂઝિક શાનદાર છે.

આ ગીતમાં અજય દેવગને મળીને અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે ખૂબ ધમાલ મચાવી છે. આ ફિલ્મના માધ્યમથી 18 વર્ષ બાદ અનિલ કપૂર અને માધુરીની જોડી વાપસી કરી રહી છે. આ પહેલા બંન્ને છેલ્લી ફિલ્મ પૂકારમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ આ ગીતમાં આ ત્રણેયની સાથ સાથે સંજય મિશ્રા, જોની લીવર, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને અરશદ વારસી પણ ધમાલ કરી રહ્યાં છે... જુઓ આ શાનદાર વીડિયો 

તે કહેવું ખોટુ નથી કે બે મિનિટનું આ શાનદાર ગીત ઈન્ટરનેટ પર ફુલટૂ ડોઝ છે. પરંતુ આ ગીત 1980માં આવેલી સુપરહિટ ફિલ્મ કર્જના ગીતને રિક્રિએટ કરીને બનાવવામાં આવ્યું છે. પરંતુ કિશોર દાના અવાજની મસ્તી આ ગીતમાં પણ અનુભવી શકાય છે. ઋૃષિ કપૂરના જોશીલા ડાન્સની કમી અહીં માધુરીની અદાઓથી પૂરી થઈ રહી છે. 

આ ગીતના શબ્દો કુંવર જુનેજાએ લખ્યા છે તો તેને અવાજ આપ્યો છે દેવ નેગી, સુબ્રો ગાંગુલી અને અર્પિતા ચક્રબર્તીએ. આ ઓરિજનલ ગીતને આનંદ બક્ષીએ લખ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news