Anupama Show Update: અનુપમામાં આવશે મોટો ટ્વિસ્ટ, તોષુનું સત્ય બહાર આવતા કિંજલના પગતળે સરકી જશે જમીન?

Anupama TV Show Spoiler: ટીવી શો અનુપમામાં પારિતોષનું સત્ય હવે લોકો સામે આવવાનું છે. રાખી દવેને આ વાતની જાણ થઈ ગઈ છે કે તોષુ કિંજલને દગો આપી રહ્યો છે.

Anupama Show Update: અનુપમામાં આવશે મોટો ટ્વિસ્ટ, તોષુનું સત્ય બહાર આવતા કિંજલના પગતળે સરકી જશે જમીન?

Anupama TV Show Latest Episode: ટીવી જગતની પ્રખિયાત સીરિયલ અનુપમામાં કોઈને કોઈ ટ્વિસ્ટ આવતા રહે છે. જોકે શોમાં હાલ બધુ જ બરોબર ચાલી રહ્યું હોય અને કોઈ નવો ટ્વિસ્ટ આવે કે તરત જ ફેન્સ જોવા માટે ઉતાવળા બની જાય છે. ત્યારે આગામી એપિસોડમાં હવે શું થવાનું છે. અનુપમા અને વનરાજ વચ્ચે હવે ખટાશ દૂર થઈ ગઈ છે ત્યારે તોષુ પોતાનો રંગ દેખાડવા જઈ રહ્યો છે. જીહાં, તોષુના એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત સામે આવી રહી છે. રાખી દવેને આ વાતની જાણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં રાખી દવે અનુપમા અને કિંજલને તેના વિશે જણાવવાની છે.

તોષુનું એક્સ્ટ્રા મેરિટલ અફેર
એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત સામે આવતા જ તોષુની મુશ્કેલીઓ વધવાની છે. આ વચ્ચે તોષુની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. આ તસવીરોમાં તોષુ કિંજલની નાક નીચે અન્ય યુવતી સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તોષુની આ ગર્લફ્રેન્ડ બીજુ કોઈ નહીં પરંતુ ટીવીની નાયરા શિવાંગી જોશી છે.

શિવાંગીની થશે એન્ટ્રી
સોશિયલ મીડિયા પર તોષુ અને શિવાંગી જોશીની તસવીરોએ ફેન્સ વચ્ચે ખલબલી મચાવી છે. આ તસવીરોમાં શિવાંગી જોશી તોષુની ગર્લફ્રેન્ડ બની તમામ હદો પાર કરતી જોવા મળશે. આ તસવીરોને જોઈ ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાન્ડે અને ગૌરવ ખન્નાના શોમાં ટુંક સમયમાં શિવાંગી જોશીની એન્ટ્રી થવા જઈ રહી છે.

આ છે અફવાહ
જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો. સીરિયલ અનુપમાના સેટની આ તસવીર ફેન્સે એડિટ કરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. સીરિયલ અનુપમાના ફેન્સ ઘણી વખત સોશિયલ મીડિયા પર સ્ટોરીને અલગ એન્ગલ આપી રજૂ કરે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. તોષુ અને શિવાંગી જોશીની આ તસવીર ખુબ ધૂમ મચાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news