Kapil Sharma ફેમ Sunil Grover એ કેમ કાપી નાખી હતી Ajay Devgn ની મૂછો? જાણો 'ગુથ્થી' ગાથા
Sunil Grover Birthday: સુનીલ ગ્રોવરે અજય દેવગનની ઉડાવી દીધી હતી અડધી મૂંછ, પછી 'ગુથ્થી'ના જીવની ઉકેલાઈ ગઈ ગુથ્થી...પોતાની કોમેડીથી દર્શકોનું મનોરંજન કરનાર સુનીલ ગ્રોવરનો જન્મદિવસ છે, તો ચાલો તેમની કેટલીક ખાસ વાતો જાણીએ.
Trending Photos
નવી દિલ્લીઃ ક્યારેક 'ડૉક્ટર મશૂર ગુલાટી' તો ક્યારેક 'સંતોષ ભાભી' બનીને સુનીલ ગ્રોવરે લોકોનું મનોરંજન કર્યું છે. સુનીલ ગ્રોવરનું દરેક પાત્ર ફેમસ છે. સુનીલ માત્ર ટીવીમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ કામ કરે છે અને ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર સુનીલ ગ્રોવરનો રસ્તો સરળ ન હતો. સુનીલ ગ્રોવરનો કોમિક ટાઈમિંગ અને અદ્ભુત જોક્સ લોકોને ખૂબ પસંદ આવે છે. સુનિલે ગ્રોવરે આ લેવલ સુધી પહોંચવા ખૂબ પરિશ્મ કર્યો છે.
સુનિલ ગ્રોવરની સંઘર્ષગાથા-
સુનીલ ગ્રોવરે એકવખત તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના જીવનનો એક કિસ્સો શેર કર્યો હતો. તેણે લખ્યું કે, 'હું હંમેશા અભિનય અને લોકોનું મનોરંજન કરવામાં સારો હતો. મને યાદ છે જ્યારે હું 12મા ધોરણમાં હતો ત્યારે મેં નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો જેને જોઈને ત્યાં આવેલા મુખ્ય અતિથિએ મને કહ્યું કે મારે તેમાં ભાગ ન લેવો જોઈએ કારણ કે તેનાથી અન્ય લોકો સાથે અન્યાય થશે. આ પછી મેં થિયેટરની તાલીમ લીધી અને હું મુંબઈ આવ્યો. મેં મારી બચતનું રોકાણ કરીને પોશ વિસ્તારમાં એક મકાન ભાડે લીધું હતું, હું તે સમયે માત્ર 500 રૂપિયા કમાતો હતો પરંતુ મને ખાતરી હતી કે હું જલ્દી સફળ થઈશ.
સુનીલ ગ્રોવર મૂળ હરિયાણાના-
સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ, 1977ના રોજ હરિયાણાના એક નાના ગામમાં થયો હતો, તેમને બાળપણમાં ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો. તે ફિલ્મો જોઈને અમિતાભ બચ્ચન અને શાહરૂખ જેવા બનવાના સપના જોતા. કહેવાય છે કે જ્યારે સુનીલ ગ્રોવર નવમા ધોરણમાં હતા ત્યારે તેના પિતાએ તેને તબલા શીખવા મોકલ્યા હતા. જ્યારે સુનીલ ગ્રોવર મોટા થયા ત્યારે તે ફિલ્મ થિયેટરમાં કામ કરવા માંગતા હતા.
અજય દેવગનની ફિલ્મથી કર્યો ડેબ્યુ-
સુનીલ ગ્રોવરે વર્ષ 1988માં જ ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 1988માં આવેલી ફિલ્મ 'પ્યાર તો હોના હી થા'માં એક નાનકડો રોલ કર્યો હતો. આ પછી તેમણે વર્ષ 2002માં ફિલ્મ લિજેન્ડ ઓફ ભગત સિંહમાં કામ કર્યું. સુનીલ ગ્રોવરને કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મામાં ગુથ્થીથી મળી ઓળખ. તેમને વેબ સિરીઝ તાંડવ અને સનફ્લાવરમાં પણ કામ કર્યું છે.
કપિલના શૉ થી મળી ઓળખ-
કોમેડિયન સુનીલ ગ્રોવરે 'ધ કપિલ શર્મા શૉ' અને 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'માં ડોક્ટર મસૂહર ગુલાટીના રોલથી વિશ્વભરમાં ઓળખ મેળવી. સુનીલ ગ્રોવરના 'ગુથ્થી' અને 'રિંકુ ભાભી'ના પાત્રોએ દર્શકોને ખૂબ હસાવ્યા,,, રિંકુ ભાભીના રોલમાં સુનીલ ગ્રોવરનું ગીત 'જિંદગી વેસ્ટેડ હો ગયા' પણ હિટ રહ્યું હતું અને સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થઈ ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે