Solar Storm: પૃથ્વી સાથે આજે ટકરાશે સોલર સ્ટોર્મ, દુનિયાભરમાં બ્લેકઆઉટ સહિત મંડરાઇ રહ્યો છે આ ખતરો

જાણકારોનું માનીએ તો તેની સીધી અસર અને ખરાબ પ્રભાવ મોબાઇલ ફોનના સિગ્નલ પર પડી શકે છે. જેના કારણે દુનિયાભરની મોબાઇલ નેટવર્ક સિસ્ટમ ઠપ્પ પડી શકે છે. આ પ્રકારની તમામ મુસીબતોની સંભાવનાઓને જોતાં આ વાવાઝોડાને લઇને વધુ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Solar Storm: પૃથ્વી સાથે આજે ટકરાશે સોલર સ્ટોર્મ, દુનિયાભરમાં બ્લેકઆઉટ સહિત મંડરાઇ રહ્યો છે આ ખતરો

Solar Storm Threat: સૌર મંડળ (Solar System) વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ રિસર્ચર માટે હંમેશાથી જ એક શોધનો વિષય રહ્યો છે. તો બીજી તરફ સૌર વાવાઝોડાએ હંમેશા જ અંતરિક્ષ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. સૌર વાવાઝોડાને લઇને હવે નવી ચેતાવણી જાહેર કરવામાં આવી છે. જેના અનુસાર પૃથ્વી પર એક મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. 

સૂર્ય (Sun) ના વાયુમંડળમાં એક કાણામાંથી ભારે ગતિવાળી સૌર હવાઓ આજે (3 ઓગસ્ટ)ના રોજ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સૌર તોફાન સૂરજ સાથે ટકરાવવાથી બચી ગયું છે પરંતુ હવે આ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. જાણકારોનું માનીએ તો જો આ સૌર વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાય છે તો તેનાથી આખુ દુનિયામાં બ્લેકઆઉટ થઇ શકે છે. 

બ્લેકઆઉટ ઉપરાંત તેનો પણ ખતરો
જાણકારોના અનુસાર, સૌર વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાતા ફક્ત દુનિયામાં જ બ્લેકઆઉટ થવાનો ખતરો મંડરાઇ રહ્યો નથી,પરંતુ આ ઘટનાથી બીજા ઘણા પ્રકારની પરેશનાનીઓનો સામનો કરવો પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જો આમ થાય છે તો દુનિયાભરના રેડિયો સિગ્નલમાં મુશ્કેલી પડી શકે છે. જેથી રેડિયોના સંચાલનમાં સમસ્યા આવી શકે છે. 

તો બીજી તરફ તેનો પ્રભાવ જીપીએસનો પ્રયોગ કરનારા પર પણ પડી શકે છે. જાણકારોનું માનીએ તો તેની સીધી અસર અને ખરાબ પ્રભાવ મોબાઇલ ફોનના સિગ્નલ પર પડી શકે છે. જેના કારણે દુનિયાભરની મોબાઇલ નેટવર્ક સિસ્ટમ ઠપ્પ પડી શકે છે. આ પ્રકારની તમામ મુસીબતોની સંભાવનાઓને જોતાં આ વાવાઝોડાને લઇને વધુ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

શું હોય છે સૌર વાવાઝોડું
તમને જણાવી દઇએ કે સૌર વાવાઝોડાને જિયોમૌગ્નેટિક સ્ટોર્મ અને સોલાર સ્ટોર્મ પણ કહેવામાં આવે છે. આ સૂરજમાંથી નિકળનાર એક પ્રકારના રેડિએશન હોય છે. તેના લીધે વધુ ગરમી વધી શકે છે. જેને પૃથ્વી સુધી પહોંચવામાં 15 થી 18 કલાકનો સમય લાગે છે. તમને જણાવી દઇએ કે સૌર વાવાઝોડું તે સમયે આવ્યું છે જ્યારે સૂરજ પોતાના લગભગ 11 વર્ષ લાંબા સૌર ચક્રના સૌથી સક્રિય તબક્કામાં પ્રવેશ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news