Video : અટકચાળા કરતો દેખાયો કરીનાનો લાડલો તૈમૂર, ફોટોગ્રાફર્સને જોઈ કરી એવી હરકત કે...

કરીના કપૂર (KAREENA KAPOOR) ની જેમ હવે તેમનો ટાબરિયો દીકરો તૈમૂર અલી ખાનને પણ ખબર પડી ગઈ છે કે, ફોટોગ્રાફર્સની સામે કેવી રીતે પોઝ આપવાનો છે. તો બીજી તરફ, ફોટોગ્રાફર્સ પણ તેની દરેક હરકત કેમેરામાં કેદ કરી લે છે. હાલ તૈમૂર (Taimur Ali Khan) નો એક ફની વીડિયો (Funny Video) સામે આવ્યો છે, જેમાં તે ફોટોગ્રાફર્સને ખીજવતો હોય તેવો દેખાઈ રહ્યો છે. તેનો આ વીડિયો વાયરલ થયો છે, તેમજ લોકોને મજા પણ કરાવી રહ્યો છે.
Video : અટકચાળા કરતો દેખાયો કરીનાનો લાડલો તૈમૂર, ફોટોગ્રાફર્સને જોઈ કરી એવી હરકત કે...

નવી દિલ્હી :કરીના કપૂર (KAREENA KAPOOR) ની જેમ હવે તેમનો ટાબરિયો દીકરો તૈમૂર અલી ખાનને પણ ખબર પડી ગઈ છે કે, ફોટોગ્રાફર્સની સામે કેવી રીતે પોઝ આપવાનો છે. તો બીજી તરફ, ફોટોગ્રાફર્સ પણ તેની દરેક હરકત કેમેરામાં કેદ કરી લે છે. હાલ તૈમૂર (Taimur Ali Khan) નો એક ફની વીડિયો (Funny Video) સામે આવ્યો છે, જેમાં તે ફોટોગ્રાફર્સને ખીજવતો હોય તેવો દેખાઈ રહ્યો છે. તેનો આ વીડિયો વાયરલ થયો છે, તેમજ લોકોને મજા પણ કરાવી રહ્યો છે.

કેક કાપતી આરાધ્યા રાજકુમારી જેવી લાગે છે, BIRTHDAY PARTYની લેટેસ્ટ તસવીરો આવી

હાલમાં જ કરીના કપૂર અન સૈફ અલી ખાન દીકરા તૈમૂર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. તૈમૂરે ડેનિમની શર્ટ અને ડેનિમની જિન્સ પહેરી હતી. સાથે જ તેણે પર્પલ કલરના શૂઝ પણ પહેર્યા હતા. આ કપડામાં તૈમૂર બહુ જ ક્યૂટ લાગી રહ્યો હતો. તો કરીનાએ યલો કલરનો સૂટ અને પાયજામો પહેર્યો હતો. તે હંમેશની જેમ સ્ટાઈલિશ નજર આવી રહી હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#kareenakapoor #taimuralikhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on

એરપોર્ટ પર જતા સમયે તૈમૂરે કરીનાનો હાથ પકડ્યો હતો અને તે ફોટોગ્રાફર્સ તરફ જોતા તેઓને જીભ કાઢીને ચીઢવી રહ્યો હતો. તો સૈફ અલી ખાન (SAIF ALI KHAN) લાઈટ પિંક કલરના કુરતા અને સફેદ પાયજામામાં સજ્જ હતો. ઉલ્લેખનીય છે કે, તૈમૂર પણ હવે પોતાની સ્ટાઈલિશ અદાઓને કારણે પોપ્યુલર સ્ટાર કિડ બની ગયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news