Taarak Mehta ka Ooltah Chashmah થી ચમકી ગયું 'અબ્દુલ'નું ભાગ્ય, આ છે આટલા કરોડનો માલિક

TMKOC Abdul Real Life Story: હાલના સમયમાં ટીવી સીરીયલના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં સોડા વેચવાનું પાત્ર ભજવતા અબ્દુલની કિસ્મત બદલાઈ ગઈ છે.
 

Taarak Mehta ka Ooltah Chashmah થી ચમકી ગયું 'અબ્દુલ'નું ભાગ્ય, આ છે આટલા કરોડનો માલિક

નવી દિલ્હીઃ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રોને લોકો ખૂબ જ પસંદ કરે છે.  આ સીરીયલમાં છેલ્લા 15 વર્ષથી શરદ સાંકલા સોડા વેચનાર અબ્દુલનું પાત્ર ભજવી રહ્યો છે. અને અબ્દુલની સીરિયલમાં ખાસ ભૂમિકા બની ગઈ છે. એક સમયે ટીવીના ચાર્લી ચેપ્લિન તરીકે પણ શરદને ઓળખવામાં આવતા હતો. છેલ્લા 15 વર્ષથી અબ્દુલના પાત્રને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

શરદને તેની પહેલી ફિલ્મમાં 50 રૂપિયા મળ્યા હતા
શરદ સાંકલાની પહેલી ફિલ્મ વંશ હતી. તે ફિલ્મ 1990માં થઈ હતી રીલિઝ. તેમાં તેણે થોડી મિનિટોનો કર્યો હતો રોલ. જેના માટે તેને ત્યારે માત્ર 50 રૂપિયા મળ્યા હતા. પરંતુ આમાં તેનું કામ નજરે પડ્યું અને તેને નાની નાની ભૂમિકાઓ ફિલ્મોમાં મળવા લાગી. ક્યારેક ચોકીદાર તો ક્યારેક તેને હીરોના મિત્ર તરીકે કામ મળવા લાગ્યું. પરંતુ તેને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી મળી. શરદ 2008થી તારક મહેતા સીરિયલ સાથે જોડાયેલો છે. પરંતુ શરદ તેની પહેલા  લગભગ 8 વર્ષ સુધી બેરોજગાર રહ્યો હતો. 

 શરદની બદલાઈ કિસ્મત અને બન્યો પૈસાદાર
કહેવામાં આવે છે કે જે તમારા નસીબમાં હશે તે જ તમને મળશે. અબ્દુલ એટલે કે શરદ સાથે પણ આવું  જ થયું. વર્ષ 2008માં શરદને તારક મહેતા જેવો શોમાં જોડાયો. અને આજ સુધી તે તેનુ પાત્ર ભજવે છે. આ શોની કમાણીથી અબ્દુલ આજે એટલો અમીર બન્યો છે. કે મુંબઈમાં તેની બે-બે રેસ્ટોરન્ટ છે. પરવે પોઈન્ટ જુહુ અને અન્ય ચાર્લી કબાબ મુંબઈના અંધેરી વિસ્તારમાં છે. જો અબ્દુલ એટલે કે શરદ સાંકલાની વાત માનીએ તો તેણે રેસ્ટોરન્ટ શરૂ કરી કારણ કે જો તેણે કાલે એક્ટિંગ છોડી દેવી પડશે અથવા તો શો બંધ થઈ જશે તો તેની આવક પર બહુ અસર નહીં થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news