ગણ્યાગાંઠ્યા 'સારા' એલિમેન્ટ, પણ બહુ સારી નથી કેદારનાથ!

બેતાબના 35 વર્ષ પછી અમેઝીંગ અમૃતાની ડોટર સુપર સારાની ડેબ્યૂ મૂવી એટલે કેદારનાથ. કેદારનાથમાં સુશાંતસિંહ રાજપૂતની સારા સાથેની કેમેસ્ટ્રી કે પછી ડિઝાસ્ટરની વિઝ્યુઅ્લ ઇફેક્ટસ કરતાંય વધુ દમદાર છે સારાનો સ્ક્રીન કોન્ફિડેન્સ.

ગણ્યાગાંઠ્યા 'સારા' એલિમેન્ટ, પણ બહુ સારી નથી કેદારનાથ!

મુફદ્દલ કપાસી/અમદાવાદ: વર્ષ 1983માં આવેલી મૂવી બેતાબથી એક જબરદસ્ત અને મારકણી અદાકારાએ બોલિવૂડ ડેબ્યૂ કરેલું અને એ પછીના લાગલગાટ 5 વર્ષ સુધી એ અભિનેત્રીની અલગ અલગ મૂવીઝે બોક્સઓફિસ પર ધમાલ મચાવેલી. અલગ જ અવાજ અને એક્ટિંગ સ્કીલને લીધે છવાઇ ગયેલી એ અભિનેત્રી એટલે અમૃતા સિંઘ. બેતાબના 35 વર્ષ પછી અમેઝીંગ અમૃતાની ડોટર સુપર સારાની ડેબ્યૂ મૂવી એટલે કેદારનાથ. કેદારનાથમાં સુશાંતસિંહ રાજપૂતની સારા સાથેની કેમેસ્ટ્રી કે પછી ડિઝાસ્ટરની વિઝ્યુઅ્લ ઇફેક્ટસ કરતાંય વધુ દમદાર છે સારાનો સ્ક્રીન કોન્ફિડેન્સ. નો ડાઉટ સારાએ હજુ ઘણું જ વર્કઆઉટ કરવાનું છે પણ કમ સે કમ તે કેદારનાથથી એટલો સંકેત જરૂર આપે છે કે અ સ્ટાર ઇઝ બૉર્ન!

મૂવીનો ફર્સ્ટ હાફ રોમેન્ટિક છે. એઝ એક્સપેક્ટેડ પહેલાં હાફમાં સુશાંત અને સારા વચ્ચે ઉત્તરાખંડની આંખોને ઠંડક આપતી ખીણો અને નદીઓના સૌંદર્યની વચ્ચે પ્રેમ પાંગરે છે. બટ પહેલો હાફ ડોમિનન્ટ કરે છે નટખટ મુક્કુના પાત્રમાં સારા અલી ખાન અને કેમરાના કસબી તુષાર કાન્તિ રોયની સિનેમેટોગ્રાફી. પહેલીવાર સુશાંત અહી સાવ ફ્લેટ લાગે છે. તમે તેમા કંઇ જ નવું નહી જુઓ. ઓન ધ ડિરેક્શન ફ્રન્ટ અભિષેક કપૂરનો પણ ખાસ કોઇ કમાલ દેખાતો નથી. બાકીના બધાં કલાકારો પણ ઠીકઠાક છે. મૂવીના બન્ને લીડ કેરેક્ટર અલગ અલગ ધર્મના છે. બન્ને વચ્ચે પ્રેમ થાય છે અને પણ એ પછી જે કંઇપણ થાય એમાં કંઇ નવીનતા નથી. સ્ક્રીનપ્લે પણ સ્ટીરિયોટાઇપ છે. કેટલીક સિકવન્સ અગાઉ જોયેલી હોય તેવી જ છે. એટલે કોઇ નાવીન્ય વિના જ મૂવી આગળ ધપતી જાય છે. સારા જેટલીવાર સ્ક્રીન પર આવે એટલી મોમેન્ટ્સ કૂલ છે.

કેદારનાથમાં વર્ષ 2013માં હજારોના જીવ લઇ જનારા મેઘતાંડવના ઘટનાક્રમને અહી વણી લેવાયો છે. એટલે સ્વાભાવિક છે. બીજા પાર્ટમાં ડિરેક્ટર અભિષેક કપૂરને વિઝ્યુઅ્લ ઇફેક્ટસ પર વધુ આધારિત રહેવું પડ્યું છે. વિઝ્યુઅ્સ ઇફેક્ટસ જો કે ઠીકઠાક છે પણ સ્ક્રીન પ્લેમાં બીજા પાર્ટમાં ઓર લોચા છે. બીજા ભાગની બે-ત્રણ સિક્વન્સ તો એકદમ વાસી આઇડિયા આધારિત છે. થોડી ક્રિએટિવીટી કે નવીનતા લાવવાનો પ્રયાસ કરાયો હોત તો મૂવી રસપ્રદ બની શકે તેમ હતું. એમાંય ક્લાઇમેટિક સિકવન્સ તો એકદમ પ્રિડિક્ટેબલ અને મેલોડ્રામેટિક છે.

મૂવીમાં ગીત કોઇ યાદ રહી જાય એવું નથી. જો કે એક-બે ગીત સિકવન્સને અનુરૂપ હોવાથી નડતર જેવા લાગતા નથી. ક્યાંય કોઇ ટ્વીસ્ટ કે થ્રીલ નાખવાનો પ્રયાસ થયો જ નથી. પ્રેમ ધર્મ કે કશું જોતો નથી એવો હજારવાર અપાઇ ચૂકેલો મેસેજ આપવા અને જાણે કે સારા અલી ખાનને લૉંચ કરવા જ મૂવી બની હોય એવું લાગે છે. કેમ કે સુશાંતસિંહ કરતાંય સારા જ અહી સેન્ટર સ્ટેજ છે. ઓવરઓલ ઉત્તરાખંડના મસ્ત મજાના લોકેશન્સ, ખળખળ વહેતી નદી, પહાડીના લીલાછમ ઢોળાવ અને એવું બધું ! (ઈન્ટરેસ્ટિંગલી, સારાની મા અમૃતાની પહેલી મૂવી બેતાબ પણ આવા જ મસ્ત મજાના પહલગામ, કાશ્મીરના લોકેશનમાં ફિલ્માવાઇ હતી જે સ્થળ પાછળથી બેતાબ વેલી તરીકે ઓળખાવા લાગ્યું !) સાથે સારા અલી ખાનની મજા કરાવે એવી નખરાળી અદાઓ માટે આ મૂવી એકાદવાર જોઇ શકાય. બહુ ઉતાવળ ન હોય તો રાહ જુઓ કોઇપણ ઓનલાઇન પ્લેટફૉર્મ પર જલદી જ આવી જશે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news