રિયાની નાણાકીય લેવડદેવડ અને ડ્રગ્સ કનેક્શન અંગે મોટો ભાંડો ફૂટ્યો, નવું જ નામ સામે આવ્યું
સોમવારે CBIએ ડ્રગ્સ ચેટ, ડ્રગ્સ કાર્ટેલ અને સુશાંત સિંહના એકાઉન્ટથી પહેલા Kwan talent companyના એકાઉન્ટમાં પૈસા અને ત્યારબાદ Kwanના એકાઉન્ટથી રિયા ચક્રવર્તીના એકાઉન્ટમાં પૈસા આવવા અંગે તપાસ કરી. સોમવારે કુલ 10 લોકોને CBIએ ગેસ્ટ હાઉસમાં પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.
Trending Photos
મુંબઇ: ગઈ કાલે સોમવારે CBIએ ડ્રગ્સ ચેટ, ડ્રગ્સ કાર્ટેલ અને સુશાંત સિંહ (Sushant Singh Rajput) ના એકાઉન્ટથી પહેલા Kwan talent companyના એકાઉન્ટમાં પૈસા અને ત્યારબાદ Kwanના એકાઉન્ટથી રિયા ચક્રવર્તી (Reha Chakraborty) ના એકાઉન્ટમાં પૈસા આવવા અંગે તપાસ કરી. સોમવારે કુલ 10 લોકોને CBIએ ગેસ્ટ હાઉસમાં પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. આવો જાણીએ આજે કયા પોઈન્ટ્સ પર આ તપાસ આગળ વધશે....
સુવેદ લોહિયાનું રિયા અને ડ્રગ્સ કનેક્શન?
રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી,શ્રુતિ મોદી, જયા સાહા, સિદ્ધાર્થ પિઠાની, સુવેદ લોહિયા, નીરજ સિંહ, ડ્રાઈવર રજ્જાક અને waterstone resort ના 2 કર્મચારીઓને DRDO ગેસ્ટ હાઉસ બોલાવવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી ચોંકાવનારું નામ હતું સુવેદ લોહિયાનું. સુવેદ લોહિયા એક સ્મોલ ટાઈમ એક્ટર રહી ચૂક્યો છે અને રિયાનો ખુબ સારો મિત્ર પણ છે. સુવેદ સતત NCB અને EDના રડાર પર રહ્યો છે. ગૌરવ આર્ય સાથે જ સુવેદનું નામ પણ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવી રહ્યું છે.
ક્યાંક સુવેદ ડ્રગ માફિયા અને સેલેબ્સ વચ્ચેની કડી તો નથી?
હકીકતમાં સુવેદની ગાડીમાં જ રિયા ચક્રવર્તી સતત EDની ઓફિસમાં પૂછપરછ માટે ગઈ હતી. CBI સોમવારે એ વાતની ઈન્ક્વાયરી કરતી રહી કે ક્યાંક સુવેદ લોહિયા એ રિયા ચક્રવર્તી અને બોલિવૂડ અન્ય સેલેબ્ઝ અને ડ્રગ માફિયા વચ્ચે એક બ્રિજ તો નથી? સુશાંત સિંહના ઘરમાં કયા કયા પ્રકારની પાર્ટીઓ થતી હતી, તેમાં કોણ કોણ આવતું હતું? શું તેમા ડ્રગ્સનો પણ ઉપયોગ થતો હતો?
આજે ફરીથી થશે આ લોકોની પૂછપરછ
વર્ષ 2017 ઉપરાંત રિયા ચક્રવર્તી કેટલીવાર ગૌરવ આર્યને મળી હતી. તે દરમિયાન CBIએ સિદ્ધાર્થ પિઠાની, ડ્રાઈવર રજ્જાક અને નીરજ સાથે પણ સતત આ ફેક્ટ્સ સાથે ક્રોસ વિરિફાય કર્યું છે. જેનો જવાબ રિયા ચક્રવર્તી, શોવિક અને શ્રુતિ મોદીએ આપેલા છે. આવામાં સીબીઆઈ તેમાંથી અનેક લોકોને આજે ફરીથી પૂછપરછ માટે બોલાવી શકે છે.
Kwan ટેલેન્ટ કંપનીએ રિયા ચક્રવર્તીને કેમ આપ્યા પૈસા?
જયા સાહા અને શ્રુતિ મોદી દ્વારા સુશાંત સિંહ રાજપૂતના એકાઉન્ટથી Kwan ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના એકાઉન્ટમાં પહેલા સર્વિસિઝ આપવાના નામ પર 48 લાખ રૂપિયા આપવા અને પછી ધીરે ધીરે કરીને રિયા ચક્રવર્તીના એકાઉન્ટમાં અલગ અલગ તારીખે કુલ 26 લાખથી વધુ રકમ પાછી નાખવા પાછળ આખરે શું રહસ્ય છે? આખરે Kwan ટેલેન્ટ કંપનીએ રિયા ચક્રવર્તીને પૈસા પાછા કેમ આપ્યાં? શું Kwan ટેલેન્ટ કંપનીએ આ અગાઉ પણ કોઈ સેલિબ્રિટીને આ પ્રકારે વગર કારણે પૈસા આપ્યા કે પછી રિયા ચક્રવર્તી બોલિવૂડની આવી એકમાત્ર હસ્તી છે? અને જો આવું હોય તો તો આમ કેમ કરાયું? CBI આ કોકડું ઉકેલવાની કોશિશ કરશે. બની શકે કે જયા સાહા અને શ્રુતિ મોદીને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવે.
waterstone રિસોર્ટ પણ ષડયંત્રનો ભાગ તો નહતો?
આ ઉપરાંત waterstone રિસોર્ટના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યાં. CBI તેમની પાસેથી જાણવા માંગે છે કે લગભગ 2 મહિના જ્યારે રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત આ રિસોર્ટમાં રોકાયા તો તેમને મળવા માટે કોણ કોણ આવ્યું તું. સુશાંત સિંહના એકાઉન્ટથી લગભગ 34 લાખથી પણ વધુની રકમ waterstone રિસોર્ટને અપાઈ છે. શું Kwan Talent કંપનીની જેમ જ ક્યાંક રિયા ચક્રવર્તીને અહીંથી પણ ફાયદો તો નહતો પહોંચાડવામાં આવ્યો ને...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે