સની દેઓલે શેયર કરી માતા પ્રકાશ કૌરની એવી તસવીર, જોઈને તમે પણ થઈ જશો ખુશ

પ્રકાશ કૌર ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની પહેલી પત્ની છે

સની દેઓલે શેયર કરી માતા પ્રકાશ કૌરની એવી તસવીર, જોઈને તમે પણ થઈ જશો ખુશ

મુંબઈ : બોલિવૂડનો સ્ટાર એક્ટર સની દેઓલ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી પણ જો તે કંઈ શેયર કરે તો ચાહકો એને તરત વાઇરલ કરી નાખે છે. થોડા કલાકો પહેલાં સનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેયર કરી છે. વાઇરલ થઈ રહેલી આ તસવીરમાં સની દેઓલ તેની માતા પ્રકાશ કૌર સાથે જોવા મળી રહ્યો છે. સનીએ આ તસવીર સાથે કેપ્શન લખી છે કે 'મારી માતા, મારી દુનિયા'.

સોશિયલ મીડિયામાં શેયર કરેલી આ તસવીરમાં સની દેઓલ અને તેનીક માતા વચ્ચે સારું બોન્ડિંગ જેવા મળી રહ્યું છે. પ્રકાશ કૌર ફિલ્મ એક્ટર ધર્મેન્દ્રની પહેલી પત્ની છે. પ્રકાશ કૌર પછી ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશે 1954માં લગ્ન કર્યા હતા. પ્રકાશ હંમેશા બોલિવૂડની ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કરે છે. ધર્મેન્દ્ર અને પ્રકાશને ચાર બાળકો છે જેમાં સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ તેમજ અજિતા દેઓલને સમાવેશ થાય છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીને ઇશા દેઓલ અને આહના દેઓલ નામની બે દીકરીઓ છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My mom my world

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

સની છેલ્લા કેટલાક સમયથી દીકરા કરણની ડેબ્યુ ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મનું નામ 'પલ પલ દિલ કે પાસ' છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી પુરું થઈ જવાનું છે. સની છેલ્લે 'મહોલ્લા અસ્સી'માં જોવા મળ્યો હતો પણ આ ફિલ્મ લોકોને ખાસ પસંદ નથી પડી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news