Sunny Deol Birthday: 26 વર્ષની ફિલ્મી કારર્કિદીમાં 2 જ બ્લોકબસ્ટર ફિલ્મ, 39 ફ્લોપ ફિલ્મ પછી ગદર 2 થી બદલી સની દેઓલની કિસ્મત

Sunny Deol Birthday: સની દેઓલે તેની 26 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં બેક ટુ બેક 39 ફ્લોપ ફિલ્મો આપી હતી. 1997 થી 2022 સુધી સનીની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ સાબિત છે. આ વર્ષો સની માટે ઘણો મુશ્કેલ હતો. પરંતુ 2023માં ગદર 2 સાથે સની દેઓલનું નસીબ બદલાઈ ગયું. આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આ ફિલ્મ આટલી સક્સેસફુલ થશે.  

Sunny Deol Birthday: 26 વર્ષની ફિલ્મી કારર્કિદીમાં 2 જ બ્લોકબસ્ટર ફિલ્મ, 39 ફ્લોપ ફિલ્મ પછી ગદર 2 થી બદલી સની દેઓલની કિસ્મત

Sunny Deol Birthday: સની દેઓલ માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહ્યું છે. સની દેઓલ આજે તેનો જન્મદિવસ 67 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ વર્ષે તે જન્મદિવસની ઉજવણી એ સફળતા સાથે કરી છે જેના માટે તેણે 26 વર્ષની કારર્કિદી દરમિયાન રાહ જોઈ હશે. ગદર 2 ની સફળતા સની દેઓલ માટે ખાસ છે. કારણ કે તે છેલ્લા 2 દાયકાથી સતત ફ્લોપ પર ફ્લોપ ફિલ્મો આપી રહ્યો હતો. વર્ષો બાદ તેણે એક બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. 
 
26 વર્ષની કારર્કિદીમાં 2 બ્લોકબસ્ટર ફિલ્મો

આ પણ વાંચો:

બોર્ડર વર્ષ 1997માં રિલીઝ થઈ હતી જે સની દેઓલની હિટ ફિલ્મ હતી. તેના પહેલા સનીએ તેની કારકિર્દીમાં સારી ફિલ્મો કરી હતી. પરંતુ તે બ્લોકબસ્ટર સાબિત ન થઈ. જો કે બોર્ડર ફિલ્મની સફળતા વિશે વધારે કંઈ કહેવાની જરૂર નથી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને આજે પણ તે લોકપ્રિય છે. ત્યારબાદ ગદર ફિલ્મ સફળ રહી હતી. પરંતુ જે સફળતા તેને ગદર 2થી મળી તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી.

26 વર્ષમાં 39 ફ્લોપ

સની દેઓલે તેની 26 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં બેક ટુ બેક 39 ફ્લોપ ફિલ્મો આપી હતી. 1997 થી 2022 સુધી સનીની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ સાબિત છે. આ વર્ષોનો સમય સની દેઓલ માટે ઘણો મુશ્કેલ હતો. પરંતુ 2023માં ગદર 2 સાથે સની દેઓલનું નસીબ બદલાઈ ગયું. આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આ ફિલ્મ આટલી સક્સેસફુલ થશે.  

સની દેઓલનું કરિયર પાટા પર આવ્યું

ગદર 2 બ્લોકબસ્ટર સાબિત થતાં સની દેઓલનું નસીબ બદલાઈ ગયું છે. હવે સની દેઓલ પાસે મોટી ફિલ્મો છે. આ ફિલ્મોની પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાં બોર્ડર 2 થી ગદર 3નો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news