અથિયા શેટ્ટી-કેએલ રાહુલની રિલેશનશિપ પર સુનીલ શેટ્ટીએ આપ્યું ફની રિએક્શન

સુનીલ શેટ્ટી મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. મીડિયા સાથે વાત કરવા દરમિયાન તેમને કેએલ રાહુલ અને અથિયા વચ્ચે રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યું હતું.
 

અથિયા શેટ્ટી-કેએલ રાહુલની રિલેશનશિપ પર સુનીલ શેટ્ટીએ આપ્યું ફની રિએક્શન

નવી દિલ્હીઃ આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલ અને અભિનેતા સુનીલ શેટ્રીની પુત્રી અથિયા શેટ્ટીના રિલેશનશિપના સમાચારની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. બંન્ને એક બીજાને ડેટ કરી રહ્યાં છે અને ખાસ વાત છે કે તેનાથી સુનીલ શેટ્ટીને કોઈ સમસ્યા નથી. પરંતુ વારંવાર બંન્નેને રિલેશનશિપ વિશે પૂછાતા સવાલોથી સુનીલ શેટ્ટી કંટાળી ગયા છે. આવું જ જોવા મળ્યું જ્યારે હાલમાં સુનીલને આ વિશે પૂછવામાં આવ્યું હતું. 

હકીકતમાં સુનીલ શેટ્ટી મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. મીડિયા સાથે વાત કરવા દરમિયાન તેમને કેએલ રાહુલ અને અથિયા વચ્ચે રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યું હતું. સુનીલે તેનો જવાબ આપતા કહ્યું કે, 'હું રિલેશનશિપમાં નથી. તમારે આ વિશે ખુદ અથિયાને પૂછવુ પડશે.' ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું કે, જો બંન્ને ખરેખર રિલેશનશિપમાં છે તો શું તમે તેને સ્વીકારશો. તેનો જવાબ પણ સુલીને અલગ અંદાજમાં આવ્યો. તેમણે કહ્યું કે- જો બંન્નના રિલેશનશિપની ખબર સાચી નિકળે તો તમે મને આવીને જણાવજો. આપણે સાથે મળીને તેના પર વાત કરીશું. 

Twitter પર અમિતાભ બચ્ચને બનાવ્યા 40 મિલિયન ફોલોઅર્સ, ફેન્સે આપી શુભેચ્છા

મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળી હતી અથિયા
વર્કફ્રંટની વાત કરીએ તો કેએલ રાહુલ આ સમયે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિદેશી પ્રવાસ પર છે. આ દરમિયાન તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને પોતાની ટીમને જીત અપાવી રહ્યો છે. તો અથિયાની વાત કરીએ તો તેની પાછલી ફિલ્મ મોતીચૂર ચકનાચૂર હતી. આ ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકીની વિરુદ્ધમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર તો કોઈ કમાલ ન કરી શકે પરંતુ ક્રિટિક્સ દ્વારા ફિલ્મને ધ્યાને લેવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news