Movie Review: કોમેડી અને હોરરનું કોકટેલ છે 'સ્ત્રી'

આ ફિલ્મ વિચિત્ર પરંતુ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મના પહેલાં સીનથી જ તમે તે હોરર હોવાનો આનંદ ઉઠાવી શકશો. પ

Movie Review: કોમેડી અને હોરરનું કોકટેલ છે 'સ્ત્રી'

નવી દિલ્હી: ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે બોક્સ ઓફિસ પર બે કોમેડી ફિલ્મો એકસાથે રિલીઝ થઇ છે. કોમેડી ફિલ્મોની બોલીવુડમં સફળતાની ગેરન્ટી ખૂબ ઓછી રહે છે અને બોક્સ ઓફિસના રેકોર્ડ જોઇએ તો કોમેડી અને હોરરનો તડકો બોક્સ ઓફિસ પર મોટાભાગે દર્શકોને પસંદ આવે છે. એવામાં આ અઠવાડિયે હોરર-કોમેડીનું કોકટેલ લઇને આવ્યા છે નિર્દેશક અમર કૌશિક, જેમાં રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાથી જેવા કલાકારોની જોડી ફરીથી જોવા મળી રહી છે. રસપ્રદ એ છે કે શુક્રવારે રાજકુમાર રાવના જન્મદિવસે આ ફિલ્મ રિલીઝ થઇ છે. જો તમે અઠવાડિયે વીએંડ પ્લાન કરી રહ્યા છો તો હું જરૂ કહી શકીશ કે આ ફિલ્મ તમારા પ્લાનમાં જરૂર સામેલ થવી જોઇએ. 

કહાની: 'સ્ત્રી' કહાની છે ચંદેરી શહેરની, જ્યાં લગભગ દરેક ઘરની બહાર લખેલું છે 'ઓ સ્ત્રી કલ આના' જોકે આ શહેરમાં દરેક વર્ષે ચાર દિવસ દેવીની પૂજાનો મહાપર્વ થાય છે આ ચાર દિવસોમાં અહીં એક સ્ત્રીનું ભૂત આવે છે જે શહેરના મુડદા ઉઠાવીને લઇ જાય છે અને તેમના ફક્ત કપડાં છોડી દે છે. આ સ્ત્રીના ડરના લીધે ચાર દિવસ સુધી પુરૂષો રાત્રે ઘરમાંથી બહાર નિકળતા ડરે છે. આ શહેરમાં વિકીએ (રાજકુમાર રાવ) જે એક દરજી છે. વિક્કી પોતાના કામમાં એટલો હોશિયાર છે કે તે મહિલાઓને જોઇને તેમનું માપ લઇ લે છે અને તેને ચંદેરીનો મનીષ મલ્હોત્રા કહેવામાં આવે છે. આ વિક્કીને એક એવી સ્ત્રી (શ્રદ્ધા કપૂર) મળે છે જે ફક્ત તે પૂજાના ચાર દિવસોમાં આ ગામમાં જોવા મળે છે. હવે આ ગામમાંથી આ સ્ત્રીનો સાયો હટે છે કે નહી, અથવા પુરૂષોને કોઇ બચાવી શકશે કે નહી આ જોવા માટે તમારે નજીકના સિનેમાઘર સુધી જવું પડશે.

રિવ્યૂ: આ ફિલ્મ વિચિત્ર પરંતુ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મના પહેલાં સીનથી જ તમે તે હોરર હોવાનો આનંદ ઉઠાવી શકશો. પરંતુ એક સ્ત્રીની આત્માથી ડરતા પુરૂષોનું આ ટોળું તમને જોરદાર હસાવશે. મોટાભાગે હોરર-કોમેડી ફિલ્મોમાં દર્શકોને હસવવા અને ડરાવવાના ચક્કરમાં કશું જ લોજિક હોતું નથી. પરંતુ આ ફિલ્મની સૌથી મોટી સફળતા એ છે કે એક દમદાર વિષય પર વિષયને રસપ્રદ રીતે દર્શાવે છે. મહિલાઓની ઇજ્જત કરવી અને તેમની મરજીના સન્માન જેવા વિષયને આ ફિલ્મમાં હસતા-હસ્તા પણ ખૂબ સટીકતાથી દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ ક્યારેય પોતાના વિષય અને લાઇનથી ભટકતી નથી, જે સારી વાત છે. 
stree

કંઇપણ થાય, ડાયલોગ મિસ ન કરતા
'સ્ત્રી'નો અસલી જીવ છે ફિલ્મના કલાકારોની એક્ટિંગ અને તેના મજેદાર ડાયલોગ. ફિલ્મમાં એક જગ્યાએ ડરેલ અપારશક્તિ ખુરાના કહે છે. 'શોર મત કરો, સ્ત્રી પકડ લેગી', તો તેના પર પંકજ ત્રિપાઠી કરે છે, 'ચૂપ, વો સ્ત્રી હૈ પુરૂષ નહી જો બિના ઇઝાઝત ઉથા કર લે જાયેગી. તે બૂમ પાડીને પૂછે છે, યસ મતલબ યસ, ત્યારે ઉઠાવી લે છે...' ફિલ્માં એવા ઘણા જોક્સ છે જે સિચ્યુએશનના આધારે તમને હસાવશે પણ અને વિચારવા પર પણ મજબૂર કરી દેશે. તો બીજી તરફ રાજકુમાર રાવને સમજાવે છે કે તેમના પિતાનો આખો સંવાદ પણ રસપ્રદ છે. 

જોરદાર છે કોમિક ટાઇમિંગ
એક્ટિંગની વાત કરીએ તો રાજકુમાર રાવ એક જોરદાર એક્ટર છે, આ અત્યાર સુધી ઘણી ફિલ્મોથી પહેલાંથી જ સાબિત થઇ ચૂક્યા છે. પરંતુ તેમને જ્યારે પણ જોવામાં આવે છે, તે એકદમ ફ્રેશ લાગે છે. આ ફિલ્મમાં પણ તેમને રાજકુમારથી વધુ 'વિક્કી' જોવા મળશે. તેમની કોમિક ટાઇમિંગ જોરદાર છે. તો બીજી તરફ પંકજ ત્રિપાનો એક મજેદાર અંદાજ છે અને ફિલ્મમાં પણ તે શાનદાર લાગે છે. વિક્કીના મિત્રના રૂપમાં જોવા મળેલા અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ ફિલ્મમાં પોતાના પાત્રોની સાથે પુરતો ન્યાય આપતા જોવા મળે છે. 'સ્ત્રી'માં શ્રદ્ધા કપૂર ખૂબ સુંદર લાગે છે.
Video: 'स्‍त्री' के Trailer में मिलेगा जवाब 'मर्द को दर्द क्‍यों होगा?', जबरदस्‍त है कॉमेडी

કાસ્ટ: રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી, 
ડાયરેક્ટર: અમર કૌશિક
સ્ટાર: 3.5 સ્ટાર

ફિલ્મનો ફસ્ટ હાફ ખૂબ રસપ્રદ રીતે લખ્યો અને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણી એવી પળ આવશે કે તમે પેટ પકડીને હસશો. જોકે ફિલ્મના સેકંડ હાફમાં થોડું પુનરાવર્તન જોવા મળે છે. તેમછતાં પણ ફિલ્મ મનોરંજનના સ્કેલ પર સંપૂર્ણપણે ખરી ઉતરે છે. જો તમે કોમેડીનો આનંદ માણવા માંગો છો આ ફિલ્મ જરૂર જુઓ. હા, કેટલાક અવસરો પર ડરવા માટે પોતાને તૈયાર કરી લેજો, પરંતુ ફિલ્મમાં ડરપોક છોકરાઓના એક્સપ્રેશન અને ડાયલોગ ક્યારેય ચૂકતા નહી. મારી તરફથી આ ફિલ્મને મળે છે 3.5 સ્ટાર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news