Stree 2: આ છે સ્ત્રી 2 ફિલ્મમાંથી ડીલીટ કરેલો સીન, રાજકુમાર રાવે સીન શેર કરી લોકોને પુછ્યો ખાસ પ્રશ્ન

Stree 2: ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર રાજકુમાર રાવે ફિલ્મના ડીલીટ કરેલા સીનનો ફોટો શેર કર્યો છે. સાથે જ તેણે લોકોને એક પ્રશ્ન પણ પૂછ્યો છે. રાજકુમાર રાવની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

Stree 2: આ છે સ્ત્રી 2 ફિલ્મમાંથી ડીલીટ કરેલો સીન, રાજકુમાર રાવે સીન શેર કરી લોકોને પુછ્યો ખાસ પ્રશ્ન

Stree 2: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર 12 દિવસની અંદર જ 400 કરોડનું કલેક્શન કરી ચૂકી છે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મની ચર્ચા ચારે તરફ થઈ રહી છે ત્યારે ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર રાજકુમાર રાવે ફિલ્મના ડીલીટ કરેલા સીનનો ફોટો શેર કર્યો છે. સાથે જ તેણે લોકોને એક પ્રશ્ન પણ પૂછ્યો છે. રાજકુમાર રાવની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

રાજકુમાર રાવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે બે તસવીર શેર કરી છે તેમાં એક ફોટોમાં તે યુવતીના શોર્ટ કપડાં પહેરીને ચંદેરીની ગલીઓમાં ફરતો જોવા મળે છે. આ પહેલી વખત હશે જ્યારે રાજકુમાર રાવ આ રૂપમાં જોવા મળ્યો. રાજકુમાર રાવે શોર્ટ સ્કર્ટ સાથે રેડ કલરનું ક્રોપ ટોપ અને તેની ઉપર ગોલ્ડન જેકેટ પહેર્યું છે. સાથે જ તેણે હિલ્સ વાળી સેન્ડલ પહેરી છે. રાજકુમાર રાવે શેર કરેલો બીજો ફોટો ડાયરેક્ટર અમર કૌશિક સાથેનો છે. 

આ બે ફોટા શેર કરીને રાજકુમાર રાવે કેપ્શનમાં લખ્યું છે કે ફિલ્મના કેટલાક ખાસ સીનમાંથી આ તેનો ફેવરિટ સીન છે. પરંતુ ફાઇનલ કટમાં આ સીન ફિલ્મમાં લેવામાં ન આવ્યો. આટલું કહીને તેણે દર્શકોને પ્રશ્ન કર્યો છે કે શું તેઓ આ સીનને ફિલ્મોમાં જોવા માંગે છે ? રાજ કુમાર રાવની આ પોસ્ટ પર લોકો અલગ અલગ કોમેન્ટ કરીને તેમનો મત વ્યક્ત કરી રહ્યા છે. 

જોકે સૌથી રસપ્રદ જવાબ શ્રદ્ધા કપૂરનો છે. રાજકુમાર રાવની આ પોસ્ટ પર શ્રદ્ધા કપૂર એ પણ કોમેન્ટ કરી છે. શ્રદ્ધા કપૂર એ કોમેન્ટ કરીને લખ્યું છે, "હા બિક્કી પ્લીઝ... ડાલ દો...." આ સિવાય નિવૃત્ત કોરે પણ "બિક્કી પ્લીઝ..." એવું લખીને કોમેન્ટ કરી છે. મોટાભાગના લોકો અને બોલીવુડના કલાકારો પણ કોમેન્ટ કરીને રાજકુમાર રાવનો આ સીન ફિલ્મમાં ઉમેરવાનું કહી રહ્યા છે. 

મહત્વનું છે કે સ્ત્રી 2 ફિલ્મ આ વર્ષની બેસ્ટ ઓપનર ફિલ્મ છે. આ ફિલ્મ હજુ પણ તાબડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મને લઈને એક મુલાકાતમાં રાજકુમાર રાવે પણ કહ્યું હતું કે, તેઓ શ્યોર હતા કે લોકોને આ ફિલ્મ ખૂબ જ ગમવાની છે.. તે પણ સ્ત્રીનો ફેન છે અને લોકો પણ સ્ત્રીના ફેન છે. પરંતુ જે આંકડા સામે આવી રહ્યા છે તેની કલ્પના તેમણે કરી ન હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news