Gujarat Rains: 4 દિવસમાં સીઝનનો 25 ટકા વરસાદ, વિનાશકારી ડિપ ડિપ્રેશન હવે આ દિશા તરફ આગળ વધી રહ્યું છે, 3 દિવસ ગુજરાત માટે ભારે
ગુજરાત પર અચાનક આ ડિપ્રેશનની જે આકાશી આફત આવી ચડી તેણે ગુજરાતને બિપરજોયની યાદ તાજી કરાવી દીધી. જેણે ગયા વર્ષે ગુજરાતની ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મધ્ય પ્રદેશ પર લો પ્રેશર સર્જાયુ અને તેમાંથી ડિપ્રેશન બન્યું અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હવે તે ગુજરાતને હચમચાવી રહ્યું છે.
Trending Photos
ગુજરાતમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચેલો છે. કચ્છ સહિત લગભગ ડઝન જેટલા જિલ્લાઓમાં પુર જેવી સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે તેનાથી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. અનેક જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં મેઘતારાજીના કારણે 15 લોકોનાં થયા મોત થયા છે જ્યારે 318 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. 23 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
શાળા કોલેજોમાં રજા
ભારે વરસાદના કારણે 18થી વધુ જિલ્લાની શાળા અને કોલેજોમાં આજે રજા છે. જેમાં અમદાવાદ પણ સામેલ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 245 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ.
માત્ર 4 દિવસમાં સીઝનનો 25 ટકા વરસાદ ખાબક્યો
ગુજરાતમાં હાલ સ્થિતિ જોઈએ તો રાજ્યમાં સરેરાશ 33 ટકા વધુ વરસાદ પડ્યો છે. સતત ત્રીજા વર્ષ રાજ્યમાં સીઝનનો 100 ટકા ઉપર વરસાદ પડી ગયો છે. છેલ્લા બે વર્ષમાં આ સ્થિતિ હતી. ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના તમામ ઝોનમાં પૂરેપૂરો વરસાદ પડ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ 25 ટકા વરસાદ પડી ગયો છે. વડોદરામાં તો80 ટકા વિસ્તાર પાણીમાં ડૂબ્યો.
ભારે ડિપ્રેશન
ગુજરાત પર અચાનક આ ડિપ્રેશનની જે આકાશી આફત આવી ચડી તેણે ગુજરાતને બિપરજોયની યાદ તાજી કરાવી દીધી. જેણે ગયા વર્ષે ગુજરાતની ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મધ્ય પ્રદેશ પર લો પ્રેશર સર્જાયુ અને તેમાંથી ડિપ્રેશન બન્યું અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હવે તે ગુજરાતને હચમચાવી રહ્યું છે. હાલ આ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ્રેશન એટલું મહાકાય છે કે વાત ન પૂછો. જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે તેનું કેન્દ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હતું. કેન્દ્રબિન્દુ વડનગર અને ઊંઝા ઉપરથી પસાર થયું હતું. આ ડિપ્રેશન પાકિસ્તાનના કરાચીથી લઈને ગુજરાત મુંબઈ સુધીના વિસ્તારોને આવરી લે તેટલું બધુ વિશાળ કાય છે. 26મીએ ગુજરાતમાં પ્રવેશ્યું ત્યાર બાદ સાંજે 5 વાગ્યાની આજુબાજુ તેનું કેન્દ્રબિન્દુ ઈડરના દક્ષિણમાં જોવા મળ્યું હતું જે હવે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ ડિપ્રેશને ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કવર કર્યો છે જેના પરથી તમે સમજી શકો કે ગુજરાત પર કેટલી મોટી આકાશી આફત છે.
72 કલાક ભારે
ગુજરાત માટે હજુ પણ આગામી 72 કલાક ભારે છે. આ જે ડીપ ડિપ્રેશન છે તે હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનનું રેડ અલર્ટ અપાયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 102 ટકા વરસાદ વરસી ગયો છે.
અમદાવાદ પરથી ઘાત ટળી
ઉત્તર ગુજરાત પાસે સ્થિર થયેલું આ ડીપ ડિપ્રેશનના કારણે અમદાવાદમાં સોમવારે ભારે વરસાદ પડી ગયો. જો કે સિસ્ટમ હવે આગળ વધીને ફંટાઈ જતા આગામી 4 દિવસ શહેરમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. સોમવારે અમદાવાદમાં રેડ એલર્ટ હતું. પરંતુ હવે ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. જેનો અર્થ એ છે કે હવે હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે.
વરસાદ લેટેસ્ટ અપડેટ....
- હાલારને હલાવી દેતા મેઘરાજા. છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે માસ મેઘ ખાંગા
- જામખંભાળિયા માં આખી રાત વરસાદ વરસ્યો સવારે છ સુધીમાં 18-5 ઇંચ વરસાદ.. ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
- જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો.. સવારે છ વાગ્યા સુધીમાં 15-5 ઇંચ વરસાદ
- જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી.. બંને તાલુકામાં 13- 13 ઈચ વરસાદ
- દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10:-5ઇંચ વરસાદ ખાબક્યો
- દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10-5 ઇંચ વરસાદ
- પોરબંદર ના રાણાવાવ માં પણ 12 ઇંચ વરસાદ, જામનગર ના કાલાવડ માં પણ આખી રાત વરસાદ.. સવારે 6 સુધીમાં 11-5 ઇંચ વરસાદ
- પોરબંદર ના બધા તાલુકા માં ભારે વરસાદ
- રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ લોધીકામાં પણ આખી રાત વરસાદ આવતા 10.5 ઇંચ વરસાદ
- રાજ્યના 250 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
- ભાદર નું પાણી છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે