Sharukh Khan ના ઘર મન્નતની અનસુની કહાની, જાણો પહેલાં કોણ હતા આ શાનદાર ઘરના અસલી માલિક
Shahrukh Khan’s House Mannat Cost and History: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આખી દુનિયા દીવાની છે. લોકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક હોય છે. ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર શાહરૂખ ખાને પોતાની મહેનત અને સંઘર્ષ દ્વારા પોતાની એક બ્રાન્ડ વેલ્યુ બનાવી છે. શાહરૂખ ખાને દિલ દરિયા, ફૌજી, સર્કસ જેવી સિરિયલ્સમાં પોતાની ઓળખ બનાવી અને ફિલ્મ 'દીવાના'થી બોલિવૂડની દુનિયામાં પ્રવેશ કર્યો.
Trending Photos
નવી દિલ્લીઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આખી દુનિયા દીવાની છે. લોકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક હોય છે. ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર શાહરૂખ ખાને પોતાની મહેનત અને સંઘર્ષ દ્વારા પોતાની એક બ્રાન્ડ વેલ્યુ બનાવી છે. શાહરૂખ ખાને દિલ દરિયા, ફૌજી, સર્કસ જેવી સિરિયલ્સમાં પોતાની ઓળખ બનાવી અને ફિલ્મ 'દીવાના'થી બોલિવૂડની દુનિયામાં પ્રવેશ કર્યો.
આજે જ્યારે પણ શાહરૂખની વાત આવે છે ત્યારે સૌથી પહેલા તેની સફળતાની વાતો મનમાં આવે છે અને તેનું આલીશાન ઘર 'મન્નત' મનમાં આવે છે. શું તમે જાણો છો કે શાહરૂખ ખાનના ઘરમાં તેની પહેલા મન્નતના માલિક કોણ હતા. તેમની પહેલા આ કરોડોની સંપત્તિ કોના નામે હતી? આજે અમે તમને કિંગ ખાનની 'મન્નત'ની સ્ટોરી જણાવીશું.
પ્રખ્યાત કારીગર અને ગેલેરીસ્ટ કેકુ ગાંધી તેમના સમયના ખૂબ જ અમીર મહાનૂભવ હતા. શાહરૂખના 'મન્નત'નું નામ પહેલા 'વિલા વિયેના' હતું અને કેકુજી તેના માલિક હતા. કિંગ ખાનનું આ ઘર બાંદ્રામાં જ્યાં છે તે તેની સુંદરતામાં વધારો કરે છે. કેકુ ગાંધીની માતા વિલા વિયેના ઉર્ફે મન્નતમાં રહેતી હતી. કેકુજીના દાદા માણેકજી બાટલીવાલા 'કેકી મંઝિલ' માં રહેતા હતા જે વિલા વિયેના ઉર્ફે મન્નતની બાજુમાં આવેલી ઈમારત હતી.
Villa Vienna in Bandra b4 it bcm Shahrukh Khan's "Mannat".Films lk Tezab & Bombay hv been shot here b4 he moved in pic.twitter.com/t3qhzDaXPS
— Mumbai Heritage (@mumbaiheritage) February 22, 2014
માણેકજી બાટલીવાલાએ આ ઘરને સુંદર રીતે સજાવ્યું હતું, પરંતુ આર્થિક નુકસાનના કારણે તેમણે મોટું પગલું ભરવું પડ્યું હતું. તેઓએ વિલા વિયેના લીઝ પર આપી અને પછી તેના પરિવાર સાથે કેકી મંઝિલમાં સ્થળાંતર કર્યું. આખરે, વિલા વિયેના નરીમાન દુબાશનું નામ બની ગયું. કહેવાય છે કે આ ઘર માટે શાહરૂખ ખાને તગડી રકમ ચૂકવી હતી. કિંગ ખાન હંમેશા આ ઘરમાં રહેવા માંગતા હતા. શાહરૂખે આ ઘર નરીમાન દુબાશ પાસેથી 13.32 કરોડમાં ખરીદ્યું છે.
કહેવાય છે કે શાહરૂખ પહેલા આ ઘરનું નામ 'જન્નત' રાખવા માંગતો હતો પરંતુ બાદમાં તેને લાગ્યું કે આ ઘર ખરીદ્યા બાદ તેની દરેક ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આ પછી તેણે આ મહેલનું નામ 'મન્નત' રાખ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે