શ્રીદેવી ક્યારેય જ્હાન્વી કપૂરને અભિનેત્રી બનાવવા માંગતી નહોતી, જાણો શું હતું તેમનું સપનું?
જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બાળપણથી જ જ્હાન્વી, માતા શ્રીદેવીની જેમા અભિનેત્રી બનવા માંગતી હતી. શ્રીદેવીએ પોતાની પુત્રીના સપનાઓ પુરા કરવામાં હંમેશાં સાથે આપ્યો પરંતુ તે નહોતી ઈચ્છતી કે જ્હાન્વી કપૂર અભિનેત્રી બને.
Trending Photos
નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે ખુબ જ ઓછા સમયમાં ફિલ્મી દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. જાણો તેના કરિયર અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કેટલીક દિલસ્પર્શ વાતો...
1. પુત્રીને આપ્યો સાથ
જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બાળપણથી જ જ્હાન્વી, માતા શ્રીદેવીની જેમા અભિનેત્રી બનવા માંગતી હતી. શ્રીદેવીએ પોતાની પુત્રીના સપનાઓ પુરા કરવામાં હંમેશાં સાથે આપ્યો પરંતુ તે નહોતી ઈચ્છતી કે જ્હાન્વી કપૂર અભિનેત્રી બને.
2. શ્રીદેવીનું સપનું
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શ્રીદેવી ઈચ્છતી હતી કે તેમની પુત્રી જ્હાન્વી કપૂર અભ્યાસ પર વધુ ધ્યાન આપે અને ડોક્ટર બને.
3. માતા માટે પહેલી ફિલ્મ
જ્હાન્વી કપૂર પોતાની માતા શ્રીદેવીની ખુબ જ નજીક હતી અને તેમના નિધન પછી તે તૂટી દઈ હતી. તેમણે પોતાની પહેલી ફિલ્મ 'ધડક' માતા શ્રીદેવીને ડેડીકેટ કરી હતી.
4. સ્કૂલ પછી એક્ટિંગ
જ્હાન્વી કપૂરે પોતાનો અભ્યાસ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કર્યો છે, સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ તેમણે એક્ટિંગ કોર્સ કર્યો હતો.
5. આગામી આવનાર ફિલ્મો
જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મોમાં 'દોસ્તાના 2' અને 'તખ્ત' નો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે