ઋષિ કપૂર અને ઇરફાન ખાનને સ્ટ્રીટ કલાકારોએ અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ


ઋષિ કપૂર અને ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી, પરંતુ તેમના ફેન્સ ક્યારેય તેમને ભૂલવાના નથી. મુંબઈ અને બેંગલુરૂના કલાકારોએ આ સિતારાને યાદ કરતા શું બનાવ્યું છે, તમે પણ જુઓ. 

ઋષિ કપૂર અને ઇરફાન ખાનને સ્ટ્રીટ કલાકારોએ અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ વર્ષ 2020માં  Covid-19 મહામારીથી લઈને આપણાને ગુમાવવાનું એવું દુખ આપ્યું છે, જેની ભૂલી શકાય નહીં. બોલીવુડે તો બે દિવસની અંદર બે એવા સિતારાને ગુમાવી દીધા, જેનું આમ અચાનક જવુ કોઈએ વિચાર્યું પણ નહોતું. બોલીવુડના દમદાર કલાકારોમાંથી એક ઇરફાન ખાને 29 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા તો 30 એપ્રિલે ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહ્યું હતું. દેશના કેટલાક કલાકારોએ પોત-પોતાની કલાના માધ્યમથી આ બે મહાન હસ્તિઓને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. 

વિશ્વભરના લોકોએ આ બંન્ને સિતારાઓ માટે શોક વ્યક્ત કર્યો અને પોત-પોતાની ભાવનાઓ અને પ્રેમ વ્યક્ત કર્યો હતો. બેંગલુરૂના એક ફેમસ સ્ટ્રીટ આર્ટિસ્ટે બંન્ને સિતારાઓને પોતાના અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી, જેની ઇન્ટરનેટ પર ખુબ ચર્ચા થઈ રહી છે. બીજીતરફ મહારાષ્ટ્રના આર્ટિસ્ટ અને કમ્યૂનિકેશન ડિઝાઇનર રંજીત દહિયાએ પણ ચાહિતા સ્ટાર ઇરફાનને જરા અનોખા અંદાજમાં યાદ કર્યાં છે. 

— Bengaluru/VJ (@WeAreBangalore) May 3, 2020

બીજીતરફ બેંગલુરૂના ફેસમ સ્ટ્રીટ આર્ટિસ્ટ બાદલ નંજુંદાસ્વામીએ પણ બીજાથી હટીને પોતાના ખાસ અંદાજમાં આ બંન્ને અભિનેતાઓને શ્રદ્ધાંજલિ આપી છે. તેમનો આ ટ્રિબ્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક તરફ ઋષિ કપૂર જોવા મળી રહ્યાં છે અને જ્યારે કેમેરો ફરે છે તો ઇરફાન ખાનનો ચહેરો દેખાય છે. 

— ANI (@ANI) May 4, 2020

રંજીત દહિયાએ બાંદ્રા, મુંબઈ સ્થિત એક ઘરની દીવાલ પર ઇરફાન ખાનનું પેન્ટિંગ બનાવ્યું છે. તેમણે  કહ્યું કે, ખાન તેમના પસંદગીના અભિનેતામાંથી એક હતા, તેથી તેમણે આ રીતે શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. આ પેન્ટિંગ માટે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યાં હતા. 

લોકો સોશિયલ મીડિયા પર તેને શેર કરી રહ્યાં છે અને આ કલાકારોની કૃતિની ખુબ પ્રશંસા થઈ રહી છે. મહત્વનું છે કે ઇરફાન ખાન અને ઋષિ કપૂર બંન્નેને બે વર્ષ પહેલા કેન્સર ડિટેક્સ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news