આજે બધા થિયેટરમાં માત્ર 99 રૂપિયામાં બતાવશે ફિલ્મ! તમે ટિકિટ બુક કરાવી કે નહીં?
National Cinema Day: 31 મે એટલે નેશનલ સિનેમા ડે. જેને સિનેમા લવર્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોઈક વળી તેને થિયેટર ડે તરીકે પણ ઉજવે છે. જોકે, આજના દિવસનો ફાયદો એ છેકે, જે તમે કોઈપણ થિયેટરમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મની ટિકિટ લઈ શકો છો. તમે બુકિંગ ના કરાવ્યું હોય તો જલદી પહોંચી જજો...
Trending Photos
National Cinema Day: આ વખતે સિનેમા લવર્સ ડે એટેલેકે, નેશનલ સિનેમા ડે 4000 થી વધુ સિનેમાઘરોમાં ઉજવવામાં આવશે. જે અંતર્ગત કોઈપણ થિયેટરમાં કોઈપણ શો માં કોઈપણ ફિલ્મની ટિકિટ તમને મળશે માત્ર 99 રૂપિયામાં. આ ઓફર આજના દિવસ પુરતી જ મર્યાદિત છે. સિનેમા લવર્સ ડે પર કઈ ફિલ્મો બતાવવામાં આવશે તે થિયેટર પોતે જ જાહેર કરશે. મૂવીઝ અને શોના સમયની સંપૂર્ણ સૂચિ જાણવા માટે, તેમની વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પેજ અને એપ્લિકેશનો તપાસો. સિનેમા લવર્સ ડે પર ચાલતી તમામ મૂવીઝ પર ₹99ની ઑફર લાગુ થાય છે, શોના સમયને ધ્યાનમાં લીધા વગર. મતલબ કે તમે તમારી પસંદગીની કોઈપણ ફિલ્મ જોઈ શકો છો.
કયા-ક્યા થિયેટરમાં ચાલે છે ઓફર?
સિનેમા ડે ની ઉજવણીમાં અમદાવાદ સહિત ગુજરાતના PVR-INOX, CINEPOLIS, MIRAJ, CITYPRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, MOVIEMAX, WAVE, M2K, DELITE જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. ફિલ્મ નવી રિલીઝ થઈ હશે કે કોઈ સારી અન્ય ફિલ્મ ચાલતી હશે તમામ ફિલ્મો તમને આજના દિવસે માત્ર 99 રૂપિયામાં જ બતાવવામાં આવશે. આ ઉપરાંત પણ રાજ્યભરના અંદાજે 4000 થિયેટરમાં આજના દિવસે આ સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે.
ક્યાંથી બુક કરવી ટિકિટ?
આજના દિવસની ખાસ 99 રૂપિયાવાળી ઓફરની ટિકિટ તમને અલગ અલગ ઓનલાઈન માધ્યમો પર મળી રહેશે. ખાસ કરીને તમે તમે BookMyShow જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા બુક કરી શકો છો અથવા સિનેમાની વેબસાઈટ/કાઉન્ટર પર જઈને સીધી ટિકિટ ખરીદી શકો છો. યાદ રાખો, ₹99 ની કિંમત પ્રીમિયમ ફોર્મેટ (IMAX વગેરે) સિવાયની તમામ મૂવી પર લાગુ થાય છે. ઓનલાઈન બુકિંગ કરતી વખતે થોડો વધારાનો શુલ્ક લાગુ થઈ શકે છે. આ ફી ટાળવા માટે, તમે સીધા સિનેમા કાઉન્ટર પર જઈ શકો છો અને ટિકિટ ખરીદી શકો છો અને મૂવીનો આનંદ લઈ શકો છો! તમે BookMyShow, PayTM અને Amazon Pay જેવા લોકપ્રિય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સરળતાથી ₹99માં ટિકિટ બુક કરી શકો છો. આ સિવાય ઘણી સિનેમા તેમની વેબસાઈટ પર ડાયરેક્ટ બુકિંગની સુવિધા પણ આપી શકે છે.
આ ઓફરમાં શું શામેલ નથી?
આ ઑફર IMAX અને Recliner જેવા પ્રીમિયમ મૂવી ફોર્મેટ માટે લાગુ પડતી નથી. જો તમે આ ફોર્મેટ પસંદ કરો છો, તો તમે નિયમિત ટિકિટની કિંમત ચૂકવશો.
શું કોઈ વધારાનો ચાર્જ લાગશે?
એ નોંધવું અગત્યનું છે કે ₹99 ની કિંમતમાં ઓનલાઈન બુકિંગ દરમિયાન લાગુ થતી સુવિધા ફી અથવા GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)નો સમાવેશ થતો નથી. તમે જે પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તેના આધારે આ વધારાની ફી બદલાઈ શકે છે. જો તમે અન્ય સુવિધા ફી ટાળવા માંગતા હો, તો તમે સિનેમા કાઉન્ટર પરથી સીધી સિનેમા લવર્સ ડે ટિકિટ ખરીદી શકો છો. આ રીતે, તમારે માત્ર ₹99 ચૂકવવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે