સિએરા લિયોનમાં ભયાનક દુર્ઘટના: ફ્યૂઅલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 92 લોકોના મોત, અનેક ઘાયલ

ફ્રીટાઉનના પૂર્વમાં આવેલા ઉપનગર વેલિંગ્ટન (Wellington)માં એક બસ ટેન્કર સાથે અથડાયા બાદ શુક્રવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો.

સિએરા લિયોનમાં ભયાનક દુર્ઘટના: ફ્યૂઅલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 92 લોકોના મોત, અનેક ઘાયલ

ફ્રીટાઉન (સિએરા લિયોન): આફ્રિકી દેશ સિએરા લિયોન (Sierra Leone)ના અદિકારીઓ અને પ્રત્યક્ષદર્સીઓએ શનિવારે જાણકારી આપી હતી કે રાજધાની નજીક એક ઓઇલ ટેન્કર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 92 લોકો માર્યા ગયા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

શુક્રવારે રાત્રે ખતરનાક વિસ્ફોટ
ફ્રીટાઉનના પૂર્વમાં આવેલા ઉપનગર વેલિંગ્ટન (Wellington)માં એક બસ ટેન્કર સાથે અથડાયા બાદ શુક્રવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. સ્ટાફ મેમ્બર ફોડે મુસાના જણાવ્યા અનુસાર, શનિવાર સવાર સુધી કનોટ હોસ્પિટલના શબઘરમાં 92 મૃતદેહો લાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ગંભીર રીતે દાઝી ગયેલા લગભગ 30 પીડિતોની બચવાની કોઈ આશા નથી. તેમજ ઈજાગ્રસ્ત લોકો જેમના કપડા વિસ્ફોટ બાદ આગમાં બળી ગયા હતા, તેઓ સ્ટ્રેચર પર નગ્ન અવસ્થામાં પડ્યા હતા.

વિસ્ફોટ પછી મળેલા વિડિયોમાં રાત્રે એક વિશાળકાય અગનગોળો સળગતો જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક ગંભીર રીતે સળગેલા લોકો પીડાથી આક્રંદ કરી રહ્યા હતા.

રાષ્ટ્રપતિએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો
આ દરમિયાન, રાષ્ટ્રપતિ જુલિયસ માડા બાયો  (Julius Maada Bio) જેઓ શનિવારે યુએન ક્લાઈમેટ વાટાઘાટોમાં ભાગ લેવા માટે સ્કોટલેન્ડ (Scotland)માં હતા. તેમણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કર્યું, 'જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ બળી ગયા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. તેના સિવાય ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જુલ્દેહ જલોહએ આખી રાત 2 હોસ્પિટલોની મુલાકાત કરી અને જણાવ્યું હતું કે, સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી ઈમરજન્સીના પગલે અથાક કામ કરશે. તેમણે ફેસબુક પેજ પર કહ્યું કે "આ રાષ્ટ્રીય દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ, અને આ ખરેખર આપણા દેશ માટે મુશ્કેલ સમય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news