સોનમ કપૂર કરશે ટ્વિન્કલ ખન્નાની ત્રીજી બુકને લોન્ચ, પહેલી બંને બૂક રહી હતી હિટ

અભિનેત્રીથી લેખીકા બની ટ્વિન્કલ ખન્ના આ અઠવાડિએ તેની ત્રીજી બુક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બુકનું શીર્ષક ‘Pyjamas Are Forgiving’ છે

સોનમ કપૂર કરશે ટ્વિન્કલ ખન્નાની ત્રીજી બુકને લોન્ચ, પહેલી બંને બૂક રહી હતી હિટ

નવી દિલ્હી: અભિનેત્રીથી લેખીકા બની ટ્વિન્કલ ખન્ના આ અઠવાડિએ તેની ત્રીજી બુક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બુકનું શીર્ષક ‘Pyjamas Are Forgiving’ છે. આ નવલકથાની વાર્તા એક મહિલાની ચારે તરફ ફરતી છે જે કેરળના એક જાણીતા આયુર્વેદિક રિસોર્ટમાં તેના પૂર્વ પ્રેમી અને તેની યુવા બીજી પત્ની સાથે રહે છે.

ટ્વિન્કલની પહેલી બે બુકો થઇ ગઇ છે લોન્ચ
આ પહેલા ટ્વિન્કલ ખન્નાએ બે બુકો Mrs. FunnyBones અને The Legend Of Lakshmi Prasad બજારમાં આવી ગઇ છે. આ બંને બુકો હીટ રહી છે. આ બુકોને લોકોએ ઘણી પસંદ કરી છે. આ બુકોને આમિર ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લોન્ચ કરી હતી. ટ્વિન્કલ ખન્નાની ત્રીજી બુકનું લોન્ચિંગ સોનમ કપુર આહુજા કરવાની છે.

સોનમ કપુર કરશે બુકનું લોન્ચિંગ
આ સમયે સોનમ કપુરે કહ્યું હતું કે ‘હું ટ્વિન્કલ ખન્નાની ફેન રહી છું. ફિલ્મ પેડમેનની શૂટિંગ દરમિયાન મને તેમને વધારે જણવાની તક મળી હતી. (ટ્વિન્કલ ખન્ના આ ફિલ્મની પ્રોડ્યૂસર રહી ચુકી છે. પેડમેન તેની એક શોર્ટ સ્ટોરી પર બની છે.) તેણે કહ્યું કે ટ્વિન્કલની પહેલી બુક ખુબ જ સરસ હતી. મને પુરો વિશ્વાસ છે કે તેમની આ બુક પણ લોકોને પસંદ આવશે. Pyjamas are Forgivingને જગર્નૉટ બુક્સ (Juggernaut Books) દ્વારા પ્રકાશિત કરવામાં આવ રહી છે.  ટ્વિન્કલ ખન્નાએ તેની નવલકથા Pyjamas are Forgivingનું ફસ્ટ લુક ફેન્સ સાથે થોડા દિવસ પહેલા જ શેર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેની ત્રીજી બુકનું કવર પેજ શેર કરી ટ્વિન્કલે લખ્યું હતું કે આ બુક માટે ઘણું નર્વસ ફિલ કરી રહી છું. Pyjamas are Forgivingના કવર પર સફેદ છબીની મહિલાની ઉલટી ફોટો છે, કેટલીક ચમચી અને ખાદ્ય વસ્તુઓ દૃશ્યમાન છે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news