કેન્સર સામેની લડાઈ જીતી ગયેલી Sonali Bendreએ જણાવી ઇમ્યુનિટી વધારવાની સિક્રેટ Tips, શેયર કર્યો VIDEO

હાલમાં સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવો વીડિયો શેયર કર્યો છે જે શરીરની ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે.

કેન્સર સામેની લડાઈ જીતી ગયેલી Sonali Bendreએ જણાવી ઇમ્યુનિટી વધારવાની સિક્રેટ Tips, શેયર કર્યો VIDEO

નવી દિલ્હી : સોનાલી બેન્દ્રે (Sonali Bendre)ની ગણતરી બોલિવૂડની ફેમસ હિરોઇન તરીકે થાય છે. હાલમાં સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવો વીડિયો શેયર કર્યો છે જે શરીરની ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. કેન્સર સામે જંગ જીતનારી સોનાલી બેન્દ્રે (Sonali Bendre)અ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિક્રેટ ટિપ્સ આપી છે. 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

સોનાલીએ કેપ્શનમાં લખ્યું કે, આ કઠિન સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે સ્ટ્રોંગ રોગપ્રતિકારક શક્તિકેટલી મહત્ત્વની છે. કેન્સર સામે લડવા સમયે મેં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણું રિસર્ચ કર્યું હતું. ત્યારબાદ મેં એક ઉપાયની શરૂઆત કરી જે હવે આદત બની ગઈ છે. આ સ્ટેપ્સ ઘણા સરળ છે અને હું આને અજમાવી ચૂકી છું. કિમોથેરાપી દરમ્યાન હું આના કારણે ઇન્ફેક્શનથી બચી હતી અને મને લાગે છે કે આ સિક્રેટ ફોર્મ્યુલા તેના માટે જવાબદાર છે. આ હું તમારી સાથે શેર કરું છું, આશા છે કે તમને પણ આ મદદરૂપ થશે.

સોનાલીએ પ્રથમ પગલું બાફ લેવાને ગણાવ્યું છે. જે સામાન્ય રીતે આપણે શરદી ઉધરસ કે બ્યૂટી માટે અપનાવીએ છીએ. બીજું પગલું ગરમ ​​પાણીનો ગ્લાસ છે. ત્રીજા પગલામાં સોનાલી પાલક, અખરોટ, આમળા, ગાજર, હળદર, આદુ, બદામ, તજ, સુકા દ્રાક્ષ અને બ્લુબેરીનો શેક પીવાની સલાહ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news